શાહરુખ ખાન (SHAHRUKH KAHN) અને ઇન્ટિરિયર ડિઝાઇનર (INTERIOR DESIGNER) ખાનની દીકરી સુહાના ખાન (SUHAMA KHAN) ન્યૂયોર્ક (NEW YORK ) છોડીને જઇ રહી છે.તે ન્યૂયોર્ક યુનિવર્સિટીની ટિશ સ્કૂલ ઓફ આર્ટ્સમાં ફિલ્મ મેકિંગનો (FILM MAKING) અભ્યાસ કરતી હતી.
સુહાનાએ થોડા કલાકો પહેલાં ઈન્સ્ટાગ્રામ પર બ્લેક એન્ડ વ્હાઈટ તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં એક ટ્રક એક મોટી ઈમારતની સામેથી જતી દેખાઈ રહી છે. જેનાં પર ન્યૂયોર્ક છોડતાં લોકો માટે સંદેશ લખવામાં આવ્યો છે. આ સંદેશ તેના માટે ખાસ છે. તેણે આ દ્નારા જ ન્યૂયોર્ક છોડવાનો સંકેત આપ્યો છે.
આ તસવીરમાં એક ટ્રક એક મોટી ઈમારતની સામેથી જતી દેખાઈ રહી છે. જેના પર ન્યૂયોર્ક છોડતાં લોકો માટે સંદેશ લખવામાં આવ્યો છે. ટ્રકમાં લખ્યું હતું , “ ચિંતા કરશો નહીં , જો તમે ન્યૂયોર્ક છોડશો , તો પણ તમે ન્યૂયોર્કર જ રહેશો. ” આ કેપ્શનની સાથે તેણે એક હાર્ટ બ્રોકિંગ ઈમોજી પણ સામેલ કર્યુ છે. સુહાનાની આ પોસ્ટ પર તેના મિત્રોએ પણ તેમની નિરાશા વ્યક્ત કરી છે. સાથે જ તેમને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી છે.
શાહરૂખ ખાનની જેમ સુહાના પણ અભિનય કરવા માંગે છે. પરંતુ તેણે એક શરત મૂકી છે કે , તેણે પહેલાં પોતાનો અભ્યાસ પૂરો કરવો પડશે. અગાઉ , વોગને આપેલા ઈન્ટરવ્યુમાં સુહાનાએ કહ્યું હતું કે , તેણી હંમેશા અભિનેત્રી બનવાનું સપનું જોતી હોય છે અને તેના પિતા શાહરુખને પણ લાગે છે કે તે અભિનય પ્રત્યે ગંભીર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.