આ કંપનીએ સોલાર પછી હવે, સમુદ્રના મોજાં આધારિક વીજ પાવર પ્લાન્ટ સ્થાપવા માટેની,શરૂ કરી છે કાર્યવાહી

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ એટલે કે જીપીસીએલ એ રાજ્ય સરકારનું નફો કરતું એકમ છે. આ કંપનીએ તેના છેલ્લા નાણાકીય વર્ષમાં 67.45 કરોડ રૂપિયાનો નફો કર્યો છે જે આગલા વર્ષની સરખામણીએ 10 કરોડનો વધારો દર્શાવે છે.

કંપનીએ છેલ્લા એક વર્ષમાં 212.36 કરોડ સામે 274.77 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી છે, જ્યારે કંપનીનો ખર્ચ 153.24 કરોડ થી વધીને 195.87 કરોડ રૂપિયા થયો છે. આ કંપની નફો કરી રહી છે. કંપનીએ નફો કર્યો હોવા છતાં આગામી પ્રોજેક્ટના કારણે કોઇ ડિવિડન્ડ આપ્યું નહીં હોવાનું રિપોર્ટમાં દર્શાવ્યું છે.

એ ઉપરાંત કંપની પાસે ચારણકામાં 5 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ, જેએનએનએસએમના 10 મેગાવોટના સોલાર પ્રોજેક્ટ, એક મેગાવોટનો સોલાર રૂફટોપ પ્રોજેક્ટ, 700 મેગાવોટનો રાધાનેસડા અલ્ટ્રા મેગા સોલાર પાર્ક, 500 મેગાવોટનો હર્ષદ સોલાર પાર્ક અને 1000 મેગાવોટનો ધોલેરા અલ્ટ્રા મેગા સોલાર પાર્ક શરૂ કર્યો છે

રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે જીપીસીએલને આ યોજના માટે નોડલ એજન્સી તરીકેની નિયુક્તિ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ કલ્પસર તેમજ સૌરાષ્ટ્ર દરિયાકિનારાના વિસ્તારોમાં સ્થાપવાની ઘોષણા કરવામાં આવેલી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.