Summer Skincare: સૂર્યની ગરમીમાં બહાર નીકળ્યા પછી શરીરના ખુલ્લા ભાગ પર ટેન પડી જાય છે. જેને દૂર કરવા માટે વારંવાર બ્યુટીપાર્લમાં જવું શક્ય નથી. તેથી અમે ઘરે બેઠા ટેન દૂર કરવાના ઘરેલુ નુસખા શોધી લાવ્યા છીએ.
ડૉક્ટર તુહિન શર્માએ જણાવ્યું કે, ત્વચા પર પડેલા ટેનને સરળતાથી દૂર કરવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરવો પૂરતો નથી. એલોવેરા જેલ સાથે કેટલીક વસ્તુઓ તથા સામગ્રીઓ મિક્સ કરીને પ્રયોગ કરવાથી અસરકારક પરિણામ મળે છે.
એલોવેરા જેલ સાથે લીંબુના રસના થોડા ટીપાં સારી રીતે મિક્સ કરવા જોઈએ. ત્વચાને સાફ કર્યા બાદ આ મિશ્રણ લગાવવું જોઈએ. 10 મિનિટ બાદ ચહેરાને પાણીથી ધોઈ નાખવો જોઈએ.
ત્વચા પરથી ટેન દૂર કરવા માટે એલોવેરા જેલની સાથે 1 ચમચી ચણાનો લોટ અને 2 ચમચી ખાટું દહીં મિક્સ કરવું જોઈએ. આ મિશ્રણને ચહેરા પર લગાવીને 15 મિનિટ સુધી રહેવા દેવું જોઈએ. ત્યારબાદ ચહેરો ધોઈ લેવો જોઈએ.
એલોવેરા જેલ સાથે એક ચપટી હળદર પાવડર મિક્સ કરી શકો છો. જો તમારી ઈચ્છા હોય તેમાં થોડો ચણાના લોટ પણ ઉમેરી શકો છો. આ મિશ્રણને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. એ સુકાઈ જાય એટલે ચહેરો ધોઈ લો.
અતિશય શુષ્ક ત્વચામાંથી સનબર્ન દૂર કરવાની અન્ય રીતો પણ છે. એલોવેરા જેલ સાથે મધ અને ઈંડાનો સફેદ ભાગ ભેળવીને મિશ્રણ તૈયાર કરવું જોઈએ. 20 મિનિટ માટે તેને ચહેરા પર લગાવો. ત્યારબાદ ચહેરાને ધોઈ લો.
તૈલી ત્વચામાંથી ટેન દૂર કરવા માટે કાકડીનો રસ, પાકેલા પપૈયાને એલોવેરા જેલ સાથે મિક્સ કરો. અડધા કલાક માટે ચહેરા, હાથ, ગરદન અને ગરદન પર લગાવો. આ ઉપાયથી તમામ અંગો પર તડકાને કારણે પડેલા કાળા ડાઘ દૂર થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.