આજે છેલ્લી T20 મેચમા સુનિલ ગાવસ્કર પ્લેઇંગ XIમા ઇચ્છે છે આ 3 બદલાવ જાણો વિગત

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ આજે 3 મેચની T20 સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાવાની છે. સીરિઝની પહેલી બે મેચ જીતીને ભારતીય ટીમે 2-0થી અજેય લીડ બનાવી ચૂકી છે. અને હવે બેન્ચ સ્ટ્રેન્થ અજમાવવા પડશે એવામાં પૂર્વ કરપ્ટન સુનિલ ગાવસ્કરે રોહિત શર્માને પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ બદલાવ કરવાની સલાહ આપી છે. સુનિલ ગાવસ્કરે ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ સાથે મોહમ્મદ સિરાજ અને આવેશ ખાનને અંતિમ T20ની પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા આપવાની વાત કહી છે.

વિરાટ કોહલી અને રિષભ પંતને શ્રીલંકા સીરિઝ પહેલા આરામ આપવા માટે બાયો બબલમાંથી રજા આપવામાં આવી છે તો ટીમમાં બે બદલાવ થવા તો નક્કી જ છે હવે જોવાનું એ રહેશે કે રોહિત શર્મા કઈ રીતે પોતાની પ્લેઇંગ ઇલેવન ફિટ કરે છે અને સુનિલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સના એક શૉ પર બીજી T20 બાદ કહ્યું હતું કે નિશ્ચિત રૂપે આશા છે કે તેને (ઋતુરાજ ગાયકવાડ) એક ચાન્સ અપાશે કેમ કે કે તમે એ જ ઈચ્છો છો.

જો તમે મેલબર્ન માટે તૈયારી કરી રહ્યા છે તો તમે વધારેમાં વધારે ખેલાડીઓને જોવાનો પ્રયાસ કરવા માગો છો પરંતુ ધ્યાન રહે એ નક્કી કરવા કે સંકેત મેળવવા માટે તે ટીમમાં હોવાની જરૂરિયાત છે માત્ર એક ગેમમાં જ પૂરતું નથી પરંતુ એ હકીકત છે કે તેને એ જ રીતેની સ્થિતિમાં રમવાનો ચાન્સ મળશે જેમ અન્ય બે મેચ છે તો એ સારું છે. તેમણે કહ્યું કે હું આવેશ ખાન અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓને પણ પ્લેઇંગ ઇલેવનમાં જોવા માગું છું પરંતુ મોટા ભાગે ટીમ મેનેજમેન્ટ 3.4 બદલાવ નથી કરતું કદાચ 1-2 બદલાવ જ થશે.

એક રિપોર્ટ મુજબ ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયસ ઐય્યરને ટીમમાં જગ્યા મળી શકે છે. બીજી T20 મેચમાં 8 રનથી જીત મેળવીને સીરિઝ પર કબજો કર્યો હતો. IPL 2022ના મેગા ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડી બન્યા બાદ T20 સીરિઝ રમી રહેલા ઇશાન કિશને અત્યાર સુધી નિરાશ કર્યા છે. અને તેને મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.