સુનીલ કુમારની આવી છે કહાની ,પહેલા દેશ નો હીરો ,હવે હત્યા નો આરોપ .?

છત્રસાલ સ્ટેડિયમમાં (Chhatrasal stadium) થયેલી મારપીટ અને હત્યાના મામલામાં ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર (Sushil Kumar) ની શનિવારે પોલીસે ધરપકડ કરી છે. તે કહેવું ખોટુ નથી કે સુશીલ જેવો રેસલર હજુ સુધી દેશમાં પેદા થયો નથી. પરંતુ સુશીલની એક ભૂલે તેની વર્ષોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે.

સુશીલના નામે અનેક સફળતા ;
ભારતના રેસલિંગ ઈતિહાસમાં સુશીલ કુમારનું નામ ગૌરવ સાથે લેવામાં આવે છે. ન જાણે દેશમાં ઘણા યુવાનોએ સુશીલને જોઈને રેસલર બનવાનું નક્કી કર્યુ હતું. તે અનેક યુવાનો માટે રોલ મોડલ હતો. સુશીલે પહેલા 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેણે 2012માં લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ કબજે કર્યો હતો. તે ઓલિમ્પિકમાં વ્યક્તિગત બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. આ સિવાય સુશીલ કુમારે એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ પોતાનો દબદબો બનાવી રાખતા અનેક મેડલ કબજે કર્યા છે. તેની આ સફળતા બાદ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, અર્જુન એવોર્ડ અને પદ્મ શ્રી એવોર્ડ પણ મળી ચુક્યો છે. 1983માં જન્મેલા સુશીલને દેશના સફળ રેસલર બનવામાં 30 વર્ષનો સમય લાગ્યો હતો.

હવે બન્યો હત્યાનો આરોપી;
દેશનો સૌથી સફળ રેસલર હવે હત્યાનો આરોપી બની ગયો છે. સાગર ધનખડ નામના એક રેસલરની હત્યાનો આરોપ સુશીલ પર છે. આ એક મોટો સવાલ છે કે શું ખરેખર સુશીલ કુમાર આ યુવા રેસલરની હત્યામાં સામેલ હતો? આવું હોય કે નહીં પરંતુ હવે સુશીલનું કરિયર પહેલા જેવુ રહેશે નહીં. છેલ્લા બે સપ્તાહથી ફરાર ચાલી રહેલો સુશીલ હવે પોલીસના કબજામાં આવી ગયો છે.

છત્રસાલ સ્ટેડિયમમાં શું થશે?
4 મેની રાત્રે આશરે 11 કલાકે દિલ્હીના મોડલ ટાઉનના એમ બ્લોકમાં કેટલાક લોકો એક ફ્લેટ પર પહોંચ્યા. મીડિયા રિપોર્ટ પ્રમાણે સાગર ધનખડ અને તેના સાથીઓને સુશીલના સાથીઓએ કિડનેપ કરી ગાડીમાં બેસાડી દીધા. પોલીસને પીડિતોએ જણાવ્યુ કે, સુશીલ નીચે કારમાં એક પિસ્તોલ લઈને બેઠો હતો. તે ગાડીને છત્રસાલ સ્ટેડિયમ લઈ જવામાં આવી. જ્યાં સુશીલના સાથીઓ અને સાગરના સાથીઓ સાથે મારપીટ કરી. આ લડાઈ બાદ સાગર અને તેના સાથીઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યા દેશના ઉભરતા યુવા રેસલર સાગરનું નિધન થયુ હતું. ત્યારબાદ આ ઘટનામાં સુશીલનું નામ સામે આવ્યુ હતુ.

કોર્ટે રદ્દ કરી હતી આગોતરા જામીન અરજી;
સુશીલ છેલ્લા કેટલાક દિવસથી ફરાર હતો. ત્યારબાદ દિલ્હીની એક કોર્ટે તેને આજોગતા જામીન આપવાની ના પાડી દીધી હતી. સુશીલે મંગળવારે રોહિણી જિલ્લાની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી આપી હતી, જેને કોર્ટે નકારી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.