બોલીવુડ ફિલ્મોના બોયકોટ ટ્રેન્ડ પર સુનીલ શેટ્ટીએ તોડ્યું મૌન જાણો શું કહ્યું???

હાલમાં બોલિવુડની ફિલ્મોની બોક્સ ઓફીસ પર ખરાબ સ્થિતિ છે. મિસ્ટર પરફેક્શનનિસ્ટ આમીર ખાન અને કમર્શિયલી હિટ એક્ટર અક્ષય કુમાર પણ ફેલ સાબિત થઇ રહ્યા છે. એક-એક કરીને અત્યાર સુધી અનેક ફિલ્મો થીએટર્સથી ખાલી હાથ રિટર્ન થઈ ચૂકી છે અને ફિલ્મોના બોયકોટ પર હવે એક્ટર સુનીલ શેટ્ટીએ મૌન તોડ્યું છે અને આને બોલિવુડનો સૌથી ખરાબ સમય ગણાવ્યો છે.

 

સુનીલ શેટ્ટી હાલમાં જ એક ઇવેન્ટમાં હાજર રહેવા માટે રાયપુર ગયો હતો, જ્યાં તેને ફિલ્મોને બોયકોટ કરવા પર પોતાનો અભિપ્રાય આપ્યો અને દુ:ખ પણ વ્યક્ત કર્યું. DNA ના રિપોર્ટ અનુસાર, એક્ટરને બોયકોટ પર પ્રશ્ન પૂછતા તેને કહ્યું કે, ‘અમે ખૂબ જ સારું કામ કર્યું છે. જો કે, લોકો હાલમાં ફિલ્મોના સબ્જેક્ટથી ખુશ નથી અને એટલે જ આપણે આટલા ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ. આશા છે અને આના પર વિચાર કરવામાં આવશે.’

 

સુનીલ શેટ્ટીએ વાતચીતમાં આગળ કહ્યું કે, ‘શરૂઆતમાં એવું લાગતું હતું કે, આ માત્ર એક વારની વાત છે, પણ હવે આપણે સતત જોઈ રહ્યા છે કે, લોકો થીયેટરમાં નથી આવી રહ્યા અને હું તેમાં હસ્તક્ષેપ નથી કરી શકતો કે, શું થઇ રહ્યું છે અને કેમ થઇ રહ્યું છે?’

 

‘લાલ સિંહ ચડ્ડા’ની સાથે રીલિઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’ની પણ બોક્સ ઓફીસ પર આ જ સ્થિતિ રહી અને ફેસ્ટીવલ રીલિઝ અને શાનદાર પ્રમોશનના પછી પણ ફિલ્મ વધારે કમાલ કરી શકી ન હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.