તબીબો દ્વારા આપવામાં આવતી તમામ વાતનું અનુકરણ કરતા,આજે 14 દિવસની સારવાર બાદ સુનિલભાઈ,ડિસ્ચાર્જ થઈ પરત ફરે છે પોતાના ઘરે

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના રહેવાસી સુનિલભાઈ કોરોના હરાવવામાં સફળ થયા હતા. સુનિલભાઈને મેદસ્વીતાની બીમારી સાથે બ્લડપ્રેશર અને સાથે 50 ટકા કોરોનાનું ઈન્વોલ્વમેન્ટ આવતા પરિવાર સહિત ચિંતામાં મુકાયા હતા.

પરંતુ સિવીલ હોસ્પિટલના અનુભવી તબીબોની ટીમ દ્વારા એક સાથે ત્રણેય બીમારીની ટ્રીટમેન્ટ શરૂ રાખીને 14 દિવસનાં 130 કિલોથી પણ વધું વજન ધરાવતા સુનિલભાઈને કોરોનાંતી મ્હાત અપાવવામાં સફળતા મેળવી હતી.

કોવિડ સ્ટેમસેલ બિલ્ડિંગમાં ફરજ પરના ડૉ. સંદિપ કાકલોત્તરએ વધુમાં જણાવ્યું કે, સુનિલભાઈ જ્યારે દાખલ થયા ત્યારે તેમનું ઓક્સિજન પણ લેવલ પણ ઘટીને 60 ટકા જેટલું મેઈનટેઈન રહેતું હતું. તેમનો RT-PCR રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે તેમનું સિટી સ્કેન કરાવતા સિટી સ્કેનમાં 50 ટકા કોરોનાનું ઈન્વોલ્વમેન્ટ હતું એટલે તાત્કાલિક તેમને ICU વોર્ડમાં બાયપેપ પર ટ્રીટમેન્ટ શરૂ કરી.

નર્સિંગ સ્ટાફ સાથે તબીબોની ટીમનું સમયાંતરે ચેકઅપથી લઈ દવા,જમવાનું નાસ્તો, ગરમ પાણી જેવી બધી જ પ્રકારની સુખસુવિધા મળતા સુનિલભાઈને રિકવરી ખૂબ જ ઝડપથી આવી અને 50 ટકા કોરોના હોવા છંતા પણ 14 દિવસમાં કોરોના પરાસ્ત કરવામાં સુનિલભાઈએ પણ એટલો જ સપોર્ટ આપ્યો છે. તબીબો દ્વારા આપવામાં આવતી તમામ વાતનું અનુકરણ કરતા. આજે 14 દિવસની સારવાર બાદ સુનિલભાઈ ડિસ્ચાર્જ થઈ પોતાના ઘરે પરત ફરે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.