સની લિયોનને ભારત આવતા પહેલા થયો હતો કઈંક આવો અનુભવ અભિનેત્રીએ પોતે જ કહ્યું સત્ય

પોર્ન સ્ટારમાંથી બોલિવૂડ એક્ટ્રેસ બનેલી સની લિયોની કહે છે કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે ભારત આવીને અહીં જ રહેશે અને તેમણે આનું કારણ પણ આપ્યું છે. બોલિવૂડમાં નિષ્ફળતા બાદ સની લિયોન આ દિવસોમાં સાઉથમાં પોતાનું નસીબ અજમાવી રહી છે અને ત્યાં ફિલ્મો કરી રહી છે અને સનીની હોરર કોમેડી તમિલ ફિલ્મ ઓહ માય ઘોસ્ટ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ 30 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન આર. યુવને કર્યું છે. ઓહ માય ઘોસ્ટમાં સનીની સાથે સતીશ અને દક્ષિણના યોગી બાબુ જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે અને સની ભૂતકાળની યોદ્ધા રાણીના રોલમાં છે.

ઓહ માય ઘોસ્ટના પ્રમોશન દરમિયાન મીડિયા સાથે વાત કરતા સનીએ કહ્યું હતું કે એક સમયે તે ભારત આવવા માટે ખૂબ જ ડરી ગઈ હતી કારણ કે જ્યારે તે 19-20 વર્ષની હતી અને એટલા માટે તેને અહીંથી અનેક ધમકીભર્યા અને નફરતભર્યા ઈમેલ આવતા હતા. તેણે કહ્યું કે ભારતમાં પગ મૂકતા પહેલા જ મને એવા લોકોનો સામનો કરવો પડ્યો હતો જેઓ મને નફરત કરતા હતા આ ઉપરાંત સનીએ કહ્યું કે તે આ ભારતીય ટ્રોલ્સથી ડરી ગઈ હતી અને તેમની ધમકીની જ અસર એ થઈ કે જ્યારે બિગ બોસની ઓફર પહેલીવાર આવી ત્યારે સનીએ ના પાડી દીધી. તેમને લાગ્યું કે ભારતના લોકોમાં તેમના વિરુદ્ધ ખૂબ નફરત છે.

કેનેડામાં ઉછરેલી સનીએ જણાવ્યું કે જ્યારે તેણે અમેરિકાના એડલ્ટ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે ઘણા લોકો તેના પર ગુસ્સે થઈ ગયા અને એડસ્ટ એક્ટ્રેસ બનતી વખતે સનીની ઉંમર માત્ર 19 વર્ષની હતી. સનીએ કહ્યું કે તે એડલ્ટ એક્ટ્રેસ બન્યા પછી તેને ઘણી ધમકીઓ મળવા લાગી. ઘણા લોકોએ તેની સાથે ભયાનક દુર્વ્યવહાર કર્યો અને તેને મારી નાખવાની વાત પણ કરી. સનીએ કહ્યું કે મારા માટે આ ખૂબ જ ડરામણો અનુભવ હતો. આ બાબતો વચ્ચે તેણે પોતાનું નામ કરનજીત કૌર વોહરાથી બદલીને સની લિયોન રાખવાનો નિર્ણય કર્યો. તેણે કહ્યું કે પેન્ટહાઉસ મેગેઝિનના પૂર્વ પ્રકાશક બોબ ગુચૌને નામ બદલવાની સલાહ આપી હતી. 2011માં સની લિયોન બિગ બોસમાં ભાગ લેવા ભારત આવી હતી. 40 વર્ષની સની આ દિવસોમાં ટીવી શો સ્પ્લિટ્ઝવિલા હોસ્ટ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.