આદુને સૂકવીને તૈયાર કરવામાં આવેલા પાવડરને સૂંઠ કહેવામાં આવે છે. તેની તાસીર ગરમ હોવાથી શિયાળામાં તેનું કરવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમા વિટામીન એ,સી, ફેટી એસિડ, પોટેશિયમ, જિંક, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી વાયરલ સહિતના ગુણ રહેલા છે.
*ચાલો જાણીએ તેનાથી મળનારા ફાયદા અંગે…
1.માઇગ્રેનના દુખાવાથી રાહત
શિયાળામાં ઠંડી હવા માથા પર અસર કરવાથી અસહનીય દુખાવો થવા લાગે છે. એવામાં સૂંઠનું સેવન કરવાથી માથાનો દુખાવો તેમજ માઇગ્રેનના દુખાવાથી આરામ મળે છે. તેમા રહેલા વિટામીન, આયરન સહિતના પોષક તત્વ શરીરમાં બ્લડ સર્કુલેશન સારુ કરવાની સાથે મગજમાં યોગ્ય રીતે ઓક્સીડન પહોંચાડવામાં મદદ કરે છે.
2.યોગ્ય પાચન તંત્ર
સૂંઠનું સેવન કરવાથી પાચન શક્તિ વધે છે. સાથે જ પેટનો દુખાવો, એસિડિટી, અપચો સહિતની સમસ્યાથી રાહત મળે છે. તે સિવાય તેનાથી મેટાબોલિક રેટ પણ વધે છે.
3.મજબૂત રોગ પ્રતિકારક શક્તિ
એક ચપટી સૂંઠને નવશેકા દૂધ કે પાણીમાં મિક્સ કરીને પીવાથી રોગ પ્રતિકારક શકિત વધવામાં મદદ મળે છે એવામાં શિયાળામાં શરદી, ઉધરસ સહિતની સમસ્યાઓથી રાહત મળે છે.
4.ઔષધીય તેમજ પોષક તત્વોથી ભરપૂર સૂંઠનું સેવન કરવાથી બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.