કોઈ પણ વરિયન્ટનું R-Naught ફેક્ટર બતાવે છે કે જો આ બીમારી એક વ્યક્તિને થાય છે તો આગામી સમયમાં વધુ કેટલા લોકો સંક્રમિત કરી શકે છે. સૌથી પહેલા જ્યારે આલ્ફા વેરિયન્ટ આવ્યો તો R-Naught ફેક્ટર 2.5 હતો એટલે કે ઇન્ફેક્ટેડ વ્યક્તિથી 2-3 લોકો સંક્રમિત કરશે. બીજો ડેલ્ટા વેરિયન્ટ હતો જેમાં રોજ લગભગ 4 લાખ કેસ જોવા મળ્યા. તેનું R-Naught ફેક્ટર 6.5 એટલે એક વ્યક્તિમાંથી 6-7 લોકોને સંક્રમિત કરશે. હવે જે નવો વરિયન્ટ ઓમીક્રોન આવ્યો છે તેનું R-Naught ફેક્ટર આ બધાથી ત્રણ ગણું વધારે છે એટલે કે એક સંક્રમિત વ્યક્તિથી 20 લોકોને સંક્રમિત કરવાની ક્ષમતા રાખે છે એટલે તેને સુપર સ્પ્રેડર કહેવામાં આવી રહ્યો છે.
એક ડોકટરે જણાવ્યું ઓમીક્રોન વેરિયન્ટ ઓફ કંસર્ન એટલે છે કેમ કે તે ખૂબ જલદી લોકો વચ્ચે ફેલાઈ રહ્યો છે. તેના ડબલિંગ રેટની વાત કરીએ તો આ 2-3 દિવસમાં બેગણી ઝડપથી ફેલાય છે. સૌથી ખતરનાક વાત એ છે કે વેક્સીનેટેડ લોકો અને સાથે જ જેમની ઇમ્યુનિટી સ્ટ્રોંગ છે તેમને પણ સંક્રમિત કરી રહ્યો છે. આપણી સામે બે મોટા ચેલેન્જ છે. પહેલું તો એ કે બાળકોને અત્યાર સુધી વેક્સીન લાગી નથી અને બીજું કે 50 ટકા વસ્તીને પણ વસ્તીને અત્યાર સુધી બીજો ડોઝ લાગ્યો નથી. ત્રીજો ફેક્ટર એ છે કે વેક્સીનથી આવેલી ઇમ્યુનિટી હવે ધીરે ધીરે ઓછી થતી જઈ રહી છે.
ઓમીક્રોનના વધતા સંક્રમણથી એક વાત તો સ્પષ્ટ છે કે વેક્સીનેટેડ લોકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. એવામાં તમે વેક્સીનની આડમાં પોતાની જાતને સુરક્ષિત સમજી શકો નહીં અને જાહેર વાત છે કે આગમી વર્ષ માટે ઘણી રીતેની પાર્ટીઓનું આયોજન કરવામાં આવશે પરંતુ જરૂરી છે કે આપણે બેઝિક વર્ડ પ્રોટોકૉલનું પાલન જરૂર કરીએ. જેમ કે બીજી લહેર દરમિયાન એક જંગ જરૂર લડી હતી. એ જ રીતે ત્રીજી લહેર માટે પણ આપણે સતર્ક રહેવાનું છે બેઝિક કોરોના પ્રોટોકૉલનું પાલન ખૂબ જ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.