સુપર સ્ટાર રજનીકાંતને વેરા માફી માટે કોર્ટમાં જવુ ભારે પડી ગયુ છે.રજનીકાંત પર કોર્ટે ગુસ્સે થઈને દંડ ફટકારવાની ચીમકી આપી દીધી છે.
મળતી વિગતો પ્રમાણે રજનીકાંત ચેન્નાઈમાં એક પાર્ટી પ્લોટ ધરાવે છે.જેના પર ચેન્નાઈ કોર્પોરેશને 6.50 લાખ રુપિયાનો ટેક્સ માંગ્યો છે.તેની સામે રજનીકાંતે મદ્રાસ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી.જોકે કોર્ટે રજનીકાંતને ચેતવણી આપતા કહ્યુ હતુ કે, ટેક્સ સામે કોર્ટમાં આવવા બદલ તેમને દંડ કરવામાં આવી શકે છે.
હાઈકોર્ટના આકરા વલણ બાદ રજનીકાંતના વકીલે કેસ પાછો ખેંચવા માટે થોડો સમય માંગ્યો છે.
કોર્ટમાં રજનીકાંતની દલીલ એવી હતી કે, લોકડાઉન અને કોરોનાના વધતા સંક્રમણના કારણે 24 માર્ચ પછી આ પાર્ટી પ્લોટનો ઉપયોગ થયો જ નથી તો ટેક્સ કયા આધારે લેવામાં આવી રહ્યો છે.જો પાર્ટી પ્લોટની આવક જ નથી તો આવકના આધારે કયો ટેક્સ આપવાનો રહે છે?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.