Supreme Court On Child Pornography Verdict: સુપ્રીમ કોર્ટે ચાઈલ્ડ પોર્નોગ્રાફી વીડિયો પર મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળકોના વલ્ગર વીડિયો ડાઉનલોડ કરવા, જોવા અને રાખવા એ ગુનો છે. થોડા દિવસો પહેલાં મદ્રાસ હાઈકોર્ટે એક કેસને ફગાવી દીધો હતો જેમાં કહ્યું હતું કે બાળકોના અભદ્ર વીડિયો જોવો એ POCSO (Protection of Children from Sexual Offences) અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટ હેઠળ ગુનો નથી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યું સૂચન
જે બાદ મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેની સુનાવણી CJI DY ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના તાજેતરના નિર્ણયને રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સંસદને ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દને ‘બાળ જાતીય શોષણ અને અપમાનજનક સામગ્રી’ શબ્દ સાથે સુધારવાનું પણ સૂચન કર્યું હતું અને કેન્દ્રને આ સુધારો લાવવા માટે વટહુકમ લાવવા વિનંતી કરી હતી. કોર્ટે અદાલતોને ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દનો ઉપયોગ ન કરવાનો નિર્દેશ આપ્યો છે.
શું છે સમગ્ર મામલો
એક એવો કેસ છે જેમાં અધિક નાયબ પોલીસ કમિશનર (મહિલા અને બાળકો સામે અપરાધ) દ્વારા મળેલા પત્રના આધારે આરોપી વિરુદ્ધ તેના મોબાઇલમાં બાળકોની અશ્લીલ અને વલ્ગર સામગ્રી ડાઉનલોડ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો અને ફોરેન્સિક પરીક્ષણ હાથ ધરવામાં આવી હતી, જેમાં પુષ્ટિ મળી હતી કે મોબાઇલ ફોનમાં કિશોરવયના છોકરાઓને સંડોવતા ચાઇલ્ડ પોર્નોગ્રાફિક સામગ્રી ધરાવતી બે ફાઇલો છે. કોર્ટે IT એક્ટની કલમ 67B અને POCSO એક્ટની કલમ 14(1) હેઠળ ગુનાની નોંધ લીધી હતી.
આ કેસ અતિ વિવાદીત બન્યો હતો. આરોપીઓએ ફોજદારી કાર્યવાહીને રદ કરવા માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટનો નિર્ણય કેટલાક મુખ્ય મુદ્દાઓ પર આધારિત હતો: આરોપીઓએ ફક્ત ખાનગી જોવા માટે સામગ્રી ડાઉનલોડ કરી હતી, તે પ્રકાશિત અથવા પ્રસારિત કરવામાં આવી ન હતી, અને એવી દલીલ કરવામાં આવી હતી કે માત્ર ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી એ કલમ 67-બી ના સમાન અપરાધ નથી. જેથી આ મામલો સુપ્રીમ સુધી પહોંચ્યો હતો. હવે સુપ્રીમે પણ જબરદસ્ત ચૂકાદો આપ્યો છે.
મદ્રાસ હાઈકોર્ટનો નિર્ણય બદલી દીધો
સર્વોચ્ચ અદાલતે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પલટી દીધો હતો કે ચાઈલ્ડ પોર્ન ડાઉનલોડ કરવું અને જોવું એ પોક્સો એક્ટ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નથી.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેંચે કહ્યું છે કે ચાઈલ્ડ પોર્ન ફિલ્મો જોવી અને ડાઉનલોડ કરવી એ પોક્સો એક્ટ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો છે.
POCSO એક્ટમાં ફેરફાર માટે સલાહ અઆપી
સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને ખાસ સલાહ પણ આપી છે. કોર્ટે કહ્યું કે સરકારે POCSO એક્ટમાં ફેરફાર કરવો જોઈએ અને ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દની જગ્યાએ CSAEM (child sexually abusive and exploitative material)લખવું જોઈએ. સુપ્રીમ કોર્ટે અરજદાર સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ એચએસ ફૂલકાની દલીલોની નોંધ લીધી હતી કે હાઈકોર્ટનો નિર્ણય કાયદાની વિરુદ્ધ છે. વરિષ્ઠ વકીલ ફરીદાબાદ સ્થિત NGO ‘જસ્ટ રાઈટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સ’ અને નવી દિલ્હી સ્થિત ‘બચપન બચાવો આંદોલન’ વતી કોર્ટમાં હાજર થયા હતા. આ NGO બાળકોના કલ્યાણ માટે કામ કરે છે.
એનજીઓ જસ્ટ રાઈટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સે વકીલ એચએસ ફૂલકા મારફતે સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી અને હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. એનજીઓએ કહ્યું કે આ આદેશથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીને પ્રોત્સાહન મળશે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સામાન્ય લોકોને એવી છાપ ઉભી થઈ છે કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને રાખવી એ ગુનો નથી, આનાથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીની માંગ વધશે અને લોકોને પોર્નોગ્રાફીમાં બાળકોને સામેલ કરવા માટે લોકો પ્રોત્સાહિત થશે.
વીડિયો ઓટો ડાઉનલોડ હતો
એડવોકેટ એચએસ ફૂલકાએ કહ્યું કે એક્ટ કહે છે કે જો કોઈ વીડિયો કે ફોટો હોય તો તેને હટાવવો પડશે, જ્યારે આરોપીઓ સતત વીડિયો જોઈ રહ્યા હતા. જ્યારે આરોપીના વકીલે કોર્ટને વીડિયોના ઓટો-ડાઉનલોડ વિશે જણાવ્યું તો CJIએ પૂછ્યું કે તમને કેવી રીતે ખબર નહીં પડી કે આ વીડિયો તમારા ફોનમાં છે. તમને ખબર હોવી જોઇએ કે એક્ટમાં સુધારા બાદ આ પણ ગુનો બની ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.