સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ મૃત્યુદંડ અપરિવર્તનીય છે જેથી આરોપીઓને રાહત સંબંધી પરિસ્થિતિઓને લઇ તમામ પ્રકારની તક પૂરી પાડવી જોઈએ અને જેથી કરીને કોર્ટ એવો નિર્ણય લઈ શકે કે જે-તે લાગતા વળગતા કેસમાં મૃત્યુદંડની સજા ઈચ્છિત નથી. જસ્ટિસ યુયુ લલિતની અધ્યક્ષતા હેઠળ ત્રણ ન્યાયાધીશોની પીઠે સંભવિત રાહત આપનારી પરિસ્થિતિઓના સંબંધમાં દિશા-નિર્દેશો પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો.
ખંડપીઠે કહ્યું કે, અદાલતો યોગ્ય રીતે રાહત માટે સજા સંભળાવતા પહેલા મામલાને મુલતવી રાખી શકે છે અને જસ્ટિસ એસ.આર ભટ અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયા પણ બેન્ચના સભ્ય હતા. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જો અપરાધ સિદ્ધાંતના આધાર પર કોર્ટ એ નિષ્કર્ષ પર પહોંચી શકે છે કે મૃત્યુદંડની સજા જરૂરી નથી, તો તેને એ જ દિવસે આજીવન કેદની સજા કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ અને બીજી તરફ આ કેસમાં મોતની સજાના સંબંધમાં થોડીક વધારાની વાતચીતની આવશ્યકતા છે, તો તેને લઇને પ્રયાસ કરવો જોઈએ.
ન્યાયમિત્રના રૂપમાં નિયુક્ત કરવામાં આવેલ વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ દવેએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશ મુજબ ગંભીરતા ઓછી કરનારી પરિસ્થિતિઓને તૈયાર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે અગાઉ કહ્યું હતું એ સુનિશ્ચિત કરવાની તાત્કાલિક જરૂર છે કે એવાં ગુનાઓ માટે હળવા સંજોગો ધ્યાનમાં લેવામાં આવે કે જેમાં મોતની સજાની આશંકા હોય.
આ સાથે એવું પણ જણાવવામાં આવ્યું કે, મોતની સજાવાળા ગુના માટે, રાજ્યને યોગ્ય સમય આરોપીના મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકનનો ખુલાસો કરવા માટે સેશન્સ કોર્ટ સમક્ષ પહેલેથી જમા કરવામાં આવેલા પુરાવા રજૂ કરવા જોઇએ. ફોજદારી કાયદામાં ગંભીરતા ઘટાડતા પરિબળો છે કે જે ગુનેગારના ગુનાને ઘટાડવામાં મદદ કરે છે અને ન્યાયાધીશોને સજા સાથે વધુ ઉદાર બનવા માટે પ્રોત્સાહિત કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.