બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, ‘ઘર એક સપનું છે, તૂટવું જોઈએ નહીં’…

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે બુલડોઝર એક્શનનું મનમાની વલણ સહન કરાશે નહીં. અધિકારી મનમાની રીતે કામ કરી શકે નહીં. જો કોઈ કેસમાં આરોપી એક છે તો ઘર તોડીને સમગ્ર પરિવારને કેમ સજા આપવામાં આવે? સમગ્ર પરિવાર પાસેથી તેમનું ઘર છીનવી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી પર આજે મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે આ કાયદાનો ભંગ છે. કોઈ કેસમાં આરોપી હોવા કે દોષિત ઠરે તો પણ ઘર તોડવું યોગ્ય નથી. કોર્ટે કહ્યું કે કાયદાનું રાજ હોવું જોઈએ. બુલડોઝર એક્શન પક્ષપાતપૂર્ણ હોઈ શકે નહીં. ખોટી રીતે ઘર તોડવામાં આવે તો વળતર મળવું જોઈએ. જવાબદાર અધિકારીઓને છોડવા જોઈએ નહીં. અમે તમામ પક્ષોને સાંભળ્યા બાદ આદેશ આપ્યો છે. અમે વિશેષજ્ઞોના સૂચનો પર વિચાર કર્યો છે.

આરોપી એક તો સજા પરિવારને કેમ?

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે બુલડોઝર એક્શનનું મનમાની વલણ સહન કરાશે નહીં. અધિકારી મનમાની રીતે કામ કરી શકે નહીં. જો કોઈ કેસમાં આરોપી એક છે તો ઘર તોડીને સમગ્ર પરિવારને કેમ સજા આપવામાં આવે? સમગ્ર પરિવાર પાસેથી તેમનું ઘર છીનવી શકાય નહીં. બુલડોઝર એક્શન હકીકતમાં કાયદાનો ભય નથી એવું દર્શાવે છે.

કોર્ટે આ પહેલા ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે ઘર એક સપના જેવું હોય છે. કોઈનું ઘર તેની અંતિમ સુરક્ષા હોય છે. આરોપીના કેસમાં પૂર્વાગ્રહથી પીડિત ન હોઈ શકાય. સરકારી શક્તિઓનો દુરઉપયોગ ન થવો જોઈએ. અપરાધીની સજા ઘર તોડવી એ નથી. કોઈ પણ આરોપીનું ઘર તોડી શકાય નહીં.

નિયમો હેઠળ નોટિસ અપાશે

કોર્ટે બુલડોઝર એક્શન પર દિશાનિર્દેશનો ઉલ્લેખ કરતા કહ્યું કે બુલડોઝર એક્શનને લઈને ઓછામાં ઓછી 15 દિવસનો સમય આપવો જોઈએ. નોડલ અધિકારીને 15 દિવસ પહેલા નોટિસ મોકલવી પડશે. નોટિસ વિધિવત રીતે મોકલવી જોઈએ. આ નોટિસ નિર્માણ સ્થળ પર લગાવેલી પણ હોવી જોઈએ. આ નોટિસને ડિજિટલ પોર્ટલ પર મૂકવી પડશે. કોર્ટે આ માટે ત્રણ મહિનાની અંદર પોર્ટલ બનાવવાનું કહ્યું છે. પોર્ટલ પર આ નોટિસોનો ઉલ્લેખ કરવો જરૂરી રહેશે.

કોર્ટે કહ્યું કે કાનૂનની પ્રક્રિયાનું પાલન જરૂરી છે. સત્તાનો દુરઉપયોગ સહન નહીં કરાય. અધિકારી કોર્ટની જેમ કામ કરી શકે નહીં. પ્રશાસન જજ ન હોઈ શકે. કોઈની છત છીનવી લેવી એ અધિકારોનો ભંગ છે. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટપણે કહ્યું કે દરેક જિલ્લાના ડીએમ પોતાના ક્ષેત્રાધિકારમાં કોઈ પણ સંરચનાને તોડવા અંગે એક નોડલ અધિકારીને નિયુક્ત કરશે. આ નોડલ અધિકારી આ સમગ્ર પ્રક્રિયાને સુનિશ્ચિત કરશે કે સંબંધિત લોકોને નોટિસ સમયસર મળે અને આ નોટિસ પર જવાબ પણ યોગ્ય સમય પર મળી જાય. આ પ્રકારે કોઈ પણ સ્થિતિમાં બુલડોઝર પ્રક્રિયા આ નોડલ અધિકારી દ્વારા થશે.

ચુકાદાની મહત્વની વાતો

– સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘર એ મૌલિક અધિકાર છે.

– જો તોડવાનો આદેશ અપાય તો પણ સંબંધિત પક્ષને સમય આપવો જોઈએ જેથી કરીને તે આદેશને પડકારી શકે.

– સુપ્રીમ કોર્ટે દિશા નિર્દેશ પણ નક્કી કર્યા, જે મુજબ કારણ દર્શાવો નોટિસ વગર કોઈ મકાન તોડવું જોઈએ નહીં.

– ઓછામાં ઓછો 15 દિવસનો સમય આપવો જોઈએ.

– નોટિસ રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવી જોઈએ. મકાનની બહાર પણ તેને ચીપકાવી જોઈએ.

– નોટિસમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ કે કેવી રીતે નિયમોનો ભંગ થયો છે.

– ઓથોરિટીએ મકાન માલિકને સુનાવણીની તક આપવી જોઈએ.

 

– ડિમોલિશનની પ્રક્રિયાની વીડિયોગ્રાફી થવી જોઈએ.

– ડિમોલિશન રિપોર્ટને ડિજિટલ પોર્ટલ પર મૂકવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.