સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે, જો કોઈ પુરુષ અને મહિલા લાંબા સમય સુધી સાથે રહે છે તો કાયદા મુજબ, તેને લગ્ન જેવું માનવામાં આવશે તેમજ તેમના દિકરાઓને પૈતૃક સંપત્તિઓમાં ભાગીદારીથી વંચિત કરી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે કેરલ હાઈકોર્ટના એ ચુકાદાને રદ કરી દીધો હતો કે જેમાં કહેવાયુ હતું કે, વિવાહના પુરાવાના અભાવે એક સાથે રહેનારા પુરુષ અને મહિલાના ગેરકાયદેસર પૈતૃક સંપત્તિઓમાં ભાગ લેવા માટે હકદાર નથી
જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર અને જસ્ટિસ વિક્રમ નાખની બેંચે કહ્યું કે, એ સ્પષ્ટ છે કે, જો એક પુરુષ અને એક મહિલા પતિ અને પત્ની તરીકે લાંબા સમયથી એક સાથે રહે છે અને તો તેને વિવાહ જેવું જ માનવામાં આવશે. આવી રીતે અનુમાન સાક્ષ્ય અધિનિયમની કલમ 114 અંતર્ગત લાવી શકાય છે.
કોર્ટે કહ્યું કે, એ એકદમ સ્પષ્ટ છે કે, જો એક પુરુષ અને એક મહિલા પતિ અને પત્ની લાંબા સમય સુધી એક સાથે રહે છે, તો લગ્નના પક્ષમાં અનુમાન લગાવામાં આવશે અને સુપ્રીમ કોર્ટે આ ચુકાદો કેરલ હાઈકોર્ટના 2009માં એક ચુકાદા વિરુદ્ધ આવેલી અરજીમાં આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને ફગાવી દેતાં કહ્યું હતું કે જ્યારે સ્ત્રી અને પુરુષ સાબિત કરે છે કે તેઓ પતિ-પત્ની તરીકે રહેતા હતા અને ત્યારે કાયદો માની લેશે કે તેઓ માન્ય લગ્નના પરિણામે સાથે રહેતા હતા. આ સાથે, કોર્ટે દેશભરની ટ્રાયલ કોર્ટોને સુઓ મોટો સંજ્ઞાન લઈને અંતિમ હુકમ પસાર કરવાની પ્રક્રિયામાં તત્પરતા બતાવવા જણાવ્યું છે. કોર્ટે સીપીસીના ઓર્ડર 20 નિયમ 18 હેઠળ આમ કરવાનું કહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.