સુપ્રીમે કેજરીવાલ સરકારને રેલવે પાટા પાસેના 48000 ઝુંપડાંને ત્રણ મહિનામાં ખસેડવાનો‌ આદેશ આપ્યો

દિલ્હીમાં રેલવેના પાટાને સમાંતર 140 કિમી લાંબા પટ્ટામાં આવેલા 48000 ઝુંપડાઓને ત્રણ મહિનામાં ખસેડવા સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી સરકારને આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ યોજનાના અમલમાં  કોઇ રાજકીય મધ્યસથી કે દબાણને ચલાવી નહીં લેવાય.

ઝુંપડાઓને તબક્કાવાર ખસેડાશે, એમ કોર્ટે કહ્યું હતું.સર્વોચ્ચ અદાલતે  આવિસ્તારમાં કરાયેલા જબાણ સબંધમાં કોઇ પણ કોર્ટ તરફથી મળવાના સ્ટે અંગે પણ શક્યતાઓ નકારી કાઢી હતી.કોર્ટે એમ પણ કહ્યું હતું કે રેલવેના પાટા પાસેની દબાણ અંગે કોઇ પણ અંતરિમ ઓર્ડરને માન્ય કરવામાં આવશે નહીં.

જસ્ટિસ અરૂણ મિશ્રાના નેતૃત્વ હેઠળની બેન્ચે  એન્વાર્નમેન્ટલ પોલ્યુશન ઓથોરિટા (પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ)દ્વારા દાખલ કરાયેલા અહેવાલની નોંધ લીધી હતી અને આ વિસ્તારમાંથી દબાણો અને કચરાને દૂર કરવાનો એક મહિનાનો સમય આપ્યો હતો.’

અમે તમામ હિતધારકોને આદેશ કરીશું કે જુગ્ગીઓને દૂર કરવાનો એક સર્વગ્રાહી પ્લાન બનાવવામાં આવે અને તબક્કાવાર અમલ કરવામાં આવે તેમજ  શું પગલાં લીધા તેની જાણ કરે’.સેફટી ઝોનમાં આવેલા ઝુંપડાઓ અને દબાણને ત્રણ મહિનાની અંદર અંદર દૂર કરવામાં આવે.કોઇ પણ રાજકીય કે અન્ય દબાણ તેમજ દખલગીરીને ચલાવી લેવામાં આવશે નહીં.કોઇ પણ કોર્ટ આ ઓર્ડર પર સ્ટે આપશે નહીં.

બેન્ચે કહ્યું હતું કે દબાણના સબંધમાં જો કોઇ અંતરિમ ઓર્ડર કરવામાં આવે તો તેને દાખલ કરવામાં આવશે નહીં. આ સંસ્થાએ પોતાના અહેવાલમાં દિલ્હીથી શરૂ થતાં ઉત્તરીય ક્ષેત્ર અને તેની આસપાસમાં કચરાના નિકાલની શું વ્યવસ્થા કરાઇ તેની  સમયબધ્ધ રીતે જાણ કરવા રેલવેને આદેશ કર્યો હતો.

‘અમે આદેશ કરીએ છીએ કે  પ્લાસ્ટીક બેગ, કચરો, ગંદકી વગેરેને દૂર કરવાના પ્લાન પર અમલ કરવા આદેશ કરીએ છીએ. મહિનાઓમાં રેલવે,દિલ્હીની કેન્દ્ર સરકાર અને દિલ્હીની તમામ  મ્યુનિ. કોર્પોરેશનો જેવા હિત ધારકો સાથે બેઠકો કરી આ અંગે ખુલાસો કરે.

ઉપરાંત દિલ્હી અર્બન શેલ્ટર ઇમ્પ્રૂમેન્ટ બોર્ડને આવતા સપ્તાહે બોલાવીશું અને ત્યાર પછી કામ શરૂ કરાશે. કોર્ટે કહ્યું હતું કે આના માટે થનાર ખર્ચનો 70 ટકા બોજ રેલવે અને 30 ટકા રાજ્ય સરકાર ઉઠાવે. આ કામ કરવા માટેના મજુરો તેમજ કામદીરો  દિલ્હી મ્યુ.કોર્પો. રેલવે અને ઉપલબ્ધ એજન્સીઓ મફતમાં પુરા પાડશે. તેઓ કોઇની પાસેથી પણ ચાર્જ વસુલ કરી શકશે નહીં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.