શિવસેનાનાં મુખ્ય સામાયિક સામનામાં પ્રકાશિત થયો છે લેખ,સુપ્રીમ અને હાઈકોર્ટનો ફટકાર બાદ પણ સરકાર ચૂપ

શિવસેનાનાં મુખ્ય સામાયિક સામનામાં કોરોનાને લઈને એક લેખ લખવામાં આવ્યો હતો. આ લેખમાં PM મોદીની ઘણી આલોચના કરવામાં આવી છે. સામનામાં લખ્યું છે કે સમગ્ર દુનિયા ભારતને દયાની નજરે જોઈ રહ્યું છે. નાના નાના દેશો પણ આતમનિર્ભર ભારતને મદદ કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં મોદી સરકાર સાવ નિષ્ફળ ગઈ છે તેવા તીખા પ્રહાર કરવામાં આવ્યા છે.

સાથે એ પણ લખ્યું છે કે આ મુજબના સંકટ પાકિસ્તાન, રવાંડા, અને કાંગો જેવા દેશમાં આવ્યા હતા, પણ “આત્મનિર્ભર ભારત” ની આ હાલત માટે માત્ર રાજનેતાઓને જ જવાબદાર છે.

નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા જેવા દેશોએ આત્મનિર્ભર ભારતની મદદ કરી છે. જો કોઈએ મદદ નાં કરી હોત કરોડો લોકો મારી ગયા હોત. ભારતના સ્મશાનોની ચિતા માંથી નીકળતો ધુમાડો હવે આસપાસનાં દેશોને પણ દેખાય રહ્યો છે. ભારત જેવી હાલત પોતાના દેશની ના થાય તે માટે આખું વિશ્વ ભારતની મદદ કરી રહ્યું છે.

સુપ્રીમ અને હાઈકોર્ટ પણ આ મુદ્દે સરકારને ફટકારી રહી છે. આના કરતાં જો કોઈ સંવેદનશીલ કે દેશભક્તિ વાળી સરકાર હોત તો રાજનીતિ કર્યા વગર આ સંકટ સામે લડતી. પણ બંગાળનાં બહાના બતાવી કેન્દ્ર સરકાર મૂંગી બેઠી છે. હાલ ભારતમાં  કોરોનાનાં મૃત્યુનાં દરથી નવો રેકોર્ડ બની રહ્યો છે, પણ સરકાર ચૂપચાપ બધુ જોઈ રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.