દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને બેકાબૂ કરવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને લોકડાઉન અંગે વિચાર કરવાનું કહ્યું છે. રવિવારે રાતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કેન્દ્ર અને રાજ્ય સરકારના સામૂહિક સમારોહ અને સુપર સ્પ્રેડર કાર્યક્રમો પર રોક લગાવવાનો વિચાર કરવા આગ્રહ કરી રહ્યા છીએ.
કોરોના વાયરસની બીજી લહેરમાં સ્થિતિની ગંભીરતાને જોતાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં કોઈ પણ દર્દીની પાસે કોઈ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશનું સ્થાનિક પ્રમાણપત્ર કે આઈડી પ્રૂફ ન હોય તો પણ તેને હોસ્પિટલમાં દાખલ કરવા અને જરૂરી દવા આપવાના આદેશ આપ્યા છે
કોર્ટે કહ્યું છે કે આ નીતિ તમામ રાજ્ય સરકારની તરફથી માનવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી નીતિ તૈયાર થતી નથી ત્યાં સધી કોઈ પણ દર્દીને સ્થાનિક પ્રૂફ વિના પણ અને આઈડી પ્રૂફ વિના પણ હોસ્પિટલમાં દાખલ થવાથી રોકી શકાશે નહીં.
દિલ્હીમાં ઓક્સીજનની અછતને લઈને સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું છે કે દિલ્હીની ઓક્સીજનની ખામી 3મેની મધ્ય રાત કે તે પહેલા જ સુધારી લેવાશે. કેન્દ્ર સરકાર ઓક્સીજનના સપ્લાયની વ્યવસ્થા મુદ્દે રાજ્યો સાથે વિચાર વિમર્શ કરી રહી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.