સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાની વાટાઘાટો કરવા અને આ મુદ્દાનું નિરાકરણ લાવવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. આ પૈકી, અશોક ગુલાટી અને ડો. પ્રમોદ કે.જોશી કૃષિ અર્થશાસ્ત્રીઓ છે, જ્યારે ભૂપિંદરસિંહ માન અને અનિલ ઘનવટ ખેડૂત નેતા છે.
ડો.પ્રમોદ જોશી કૃષિ અર્થશાસ્ત્રી પણ છે. હાલમાં તેઓ સાઉથ એશિયા ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર છે. કૃષિ ક્ષેત્રે તેમના કામ માટે તેમને અનેક એવોર્ડ મળ્યા છે. 2017માં તેમના લેખમાં, તેમણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને ખેડૂતો માટે ફાયદાકારક ગણાવી હતી.
ભુપિંદર સિંહ માનનો જન્મ 15 સપ્ટેમ્બર 1939 ના રોજ ગુજરાનવાન પાકિસ્તાનમાં થયો હતો. માન હંમેશાં ખેડુતો માટે કામ કરે છે.
અનિલ ઘનવટ મહારાષ્ટ્રમાં શેતકરી સંગઠન નામની સંસ્થાના પ્રમુખ છે. આ સંગઠનની રચના 1979 માં મોટા ખેડૂત નેતા શરદ જોશી દ્વારા કરવામાં આવી હતી. અનિલ ઘનવટ કહે છે કે આ કાયદાઓની રજૂઆત સાથે ગામડાઓમાં કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ બનાવવાના રોકાણમાં વધારો થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.