સુપ્રીમ કોર્ટે તાજેતરમાં દેશની એક જાણીતી કપંનીને નાદાર જાહેર કરી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે સિક્યુરિટી રિયલ્ટી અને એનબીસીસીને સુધારેલ પ્રસ્તાવ આપવા જણાવ્યું છે. આ પ્રક્રિયા 90 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે.
મીડિયા રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટે દેશની જાણીતી કંપની જેપી ઈન્ફ્રાટેક લિમિટેડ(Jaypee Infratech) ને નાદાર જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે એનબીસીસી અને સુરક્ષા રિટલ્ટી કંપનીને 45 દિવસોમાં ફ્રેસ બિડિંગ કરવાનો આદેશ આપ્યો છે. આપણે જણાવી દઈએ કે યમુના એક્સપ્રેસ-વે નજીક જેપી બિલ્ડર્સના કેટલાક મોટા પ્રોજેક્ટ્સ છે. જેમાં નોઇડાના સેક્ટર 26 અને સેક્ટર-9 સ્થિત અમન- III, BS સ્ટુડિયો -2, બુલવર્ડ કોર્ટ, ઉડાન, સન્નીવેલ વેલ્સ, મેચ્યોરિટી એપાર્ટમેન્ટ્સ, તનિષ્ક સ્ક્વેર, યમુના વિહાર અને વિલા એક્સપેન્ઝા જેવા પ્રોજેક્ટ્સ સામેલ છે.
જેપી ઇન્ફ્રાટેક નાદાર થતા યમુના એક્સપ્રેસ વેનું સંચાલન અન્ય કંપનીના હાથમાં ગયું છે. આ સાથે જેપી ઇન્ફ્રાટેકને યમુના એક્સપ્રેસ વેના નિર્માણના બદલે આપવામાં આવેલ પાંચ એલએફડી પણ એ જ કંપનીના અધિકારમાં આવ્યા છે. રિપોર્ટ મુજબ યમુના એક્સપ્રેસ વે માટે જેપી ઇન્ફ્રાટેકની રચના કરવામાં આવી હતી. ગ્રેટર નોઇડાથી આગરા સુધી યમુના એક્સપ્રેસ વેનું પીપીપી મોડલ પર નિર્માણ માટે જેપી ઇન્ફ્રાટેકની રચના કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.