દિલ્હી:SC કહ્યું કે શું ઉત્તરપ્રદેશમાં જંગલરાજ છે? અહીંના વકીલોને એ પણ ખબર નથી કે કયા નિયમોના આધારે કામ કરવાનું છે. કોર્ટે આ વાતની સાથે એ પણ પૂછ્યું કે સરકાર કયા કાયદાના આધારે મંદિર અને તેમની સંસ્થાઓની દેખરેખ કરી રહી છે.
- SCની ઉત્તરપ્રદેશની સરકારને ફટકાર
- મંદિર કેસમાં યૂપી સરકાર પાસે માંગ્યો જવાબ
- સુપ્રીમે કહ્યું શું યૂપીમાં જંગલરાજ છે?
મંદિરોની દેખરેખ સાથે જોડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને કડક ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે શું યૂપીમાં જંગલરાજ છે? શું અહીં વકીલોને ખબર નથી પડતી કે કયા નિયમના આધારે કામ કરવું જોઈએ. કોર્ટે આ સાથે એ પણ પૂછ્યું છે કે સરકાર કયા કાયદાના આધારે મંદિર અને તેમની સંસ્થાઓની દેખરેખ કરી રહી છે.
સુપ્રીમ કોર્ટની આ કડક કાર્યવાહી સામે ઉત્તર પ્રદેશ સરકારના વકીલોની બોલતી બંધ થઈ ગઈ. વકીલ વતી લેખિત એફિડેવિટ ફાઇલ કરવા માટે સુપ્રીમ કોર્ટમાંથી કેટલાક સમયની માંગણી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં મંદિરોના વહીવટ કયા કાયદા હેઠળ થાય છે તેનો કોઈ જવાબ વકીલો પાસે પણ મળ્યો નહીં.
આ મંદિર સાથે સંબંધિત છે કેસ
આ કેસ બુલંદશહેરના એક મંદિર સાથે સંબંધિત છે, જ્યાં મંદિર પ્રશાસન પર દાનના દુરુપયોગનો આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે આ આક્ષેપો કરવામાં આવ્યા હતા, ત્યારે ઉત્તર પ્રદેશ સરકારે મંદિર ચલાવવા માટે એક બોર્ડ બનાવ્યું હતું, પરંતુ બોર્ડ બની શક્યું નહીં અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. સુપ્રીમ કોર્ટમાં મંદિર વતી ઉત્તર પ્રદેશ સરકાર વિરુદ્ધ એક અરજી કરવામાં આવી હતી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ઉત્તર પ્રદેશ સરકારનો આ નિર્ણય ખોટો છે અને મંદિરના બોર્ડ બનાવવામાં કોઈ કાયદાનું પાલન કરવામાં આવ્યું નથી.
બે મહિનામાં બીજી વખત સુપ્રીમે આપ્યો ઠપકો
સુપ્રીમ કોર્ટે આ દરમિયાન સુનાવણી દરમિયાન પૂછ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારનો કોઈ અધિકારી કોર્ટમાં કેમ હાજર નથી, જે વકીલને માહિતી આપી શકે અને સુપ્રીમ કોર્ટના પ્રશ્નોના જવાબ પણ આપી શકે. બે મહિના કરતા ઓછા સમયમાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને બીજી વખત ઠપકો આપ્યો છે. ગયા મહિનાની શરૂઆતમાં, મુસ્લિમ યુવતીની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તમે મહિલાઓ અને બાળ અધિકાર માટે ગંભીર નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.