સુપ્રિમ કોર્ટનાં પ્રમોશનમાં અનામત પરનાં નિર્ણય બાદ સરકાર પર આકરા પ્રહાર થઈ રહ્યાં છે. વિપક્ષ સરકારને ઘેરી રહી છે

પ્રમોશનમાં અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકાર પર આકરા પ્રહાર થઈ રહ્યાં છે. જે રીતે વિપક્ષ સરકારને ઘેરી રહી છે તેનાથી સરકાર બેકફૂટ પર જણાઈ રહી છે. આ દરમિયાન સરકારે વડી અદાલતના નિર્ણય પર સ્પષ્ટિકરણ આપતા કહ્યું હતું કે, આ કેસમાં તે પાર્ટી નહોતી અને કેન્દ્ર આ મામલે ચર્ચા કરી રહી છે.

કોંગ્રેસથી લઈને એનડીએના સહયોગી દળો પણ સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર વાંધો ઉઠાવી ચુક્યા છે અને સંસદમાં અનામતને લઈને કાયદામાં ફેરફાર કરવાની માંગણી કરી ચુકી છે.

કેન્દ્રીય સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગહલોત્તે લોકાસભામાં આપેલા નિવેદનમાં સ્પષ્ત કર્યું છે કે, સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના જે કેસ પર નિર્ણય સંભળાવ્યો છે તેમાં કેન્દ્ર સરકાર પાર્ટી નહોતી.

ગેહલોત કહ્યું હતું કે, વડી અદાલત દ્વારા નોકરીમાં પ્રમોશનને મૂળભૂત અધિકાર નહીએં ગણાવવાના નિર્ણય પર કેન્દ્ર સરકાર ઉચ્ચ સ્તરીય ચર્ચા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા અને અનામતનો જ વીટો વાળી દેવાની રણનીતિ ગણાવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપ અને આરએસએસની આ અનામત ખતમ કરવાની રણનીતિ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.