– દિશા પર રેપ થયો એ પાર્ટીમાં આદિત્ય ઠાકરે – અરબાઝ પણ હતા
– મૃત્યુની આગલી રાત્રે સુશાંતે યોજેલી પાર્ટીમાં આદિત્ય ઠાકરેની હાજરી છતાં ચૂપકિદી શંકાસ્પદ
સુશાંતસિંહ રાજપુતની મોતના કેસમાં દરરોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. એકબાજુ સુશાંતની મોત માટે તેના પિતા કેકે સિંહે ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે એફઆઈઆર નોંધાવી છે તો હવે સોશિયલ મીડિયામાં આ કેસમાં અત્યાર સુધી ચૂપકિદી રાખવા બદલ અને સુશાંતનો કેસ સીબીઆઈને નહીં સોંપવા મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
ઉપરાંત સુશાંતના મોતને તેની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાન સાથે પણ સાંકળવામાં આવી રહી છે. એક અગ્રણી અખબારે દાવો કર્યો છે કે 13મી જૂન, 2020ના રોજ સુશાંતે બાંદ્રા ખાતે તેના ઘરે બોલાવેલી પાર્ટીમાં આદિત્ય ઠાકરે હાજર હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કેટલીક પોસ્ટમાં દાવો કરાયો છે કે સુરજ પંચોલીએ તેના પેન્ટહાઉસમાં એક પાર્ટીમાં સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનને બોલાવી હતી. આ પાર્ટીમાં આદિત્ય ઠાકરે, સિદ્ધાર્થ પિઠાની, સંદીપ સિંહ, રિયાનો ભાઈ શૌમિક ચક્રવર્તી અને અરબાઝ ખાન તથા અન્ય બોલિવૂડ સ્ટાર્સ હાજર હતા.
આ પાર્ટીમાં દિશા સાલિયાન પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેને 14મા માળેથી નીચે ફેંકી દેવાઈ હતી. જોકે, બળાત્કાર થયા પછી અને હત્યા પહેલાં દિશાને થોડોક સમય મળ્યો, જેમાં તેણે સુશાંતને આ ઘટના જણાવી હતી. દિશાના બળાત્કારીઓને પાછળથી જાણવા મળ્યું કે સુશાંતસિંહ રાજપુતને આ ઘટનાની જાણ છે. તેથી તેમણે સુશાંતને ધમકી આપવાનું શરૂ કર્યું.
આથી 9 જૂનથી 13મી જૂન વચ્ચે સુશાંતે 14 વખત તેનું સીમ બદલ્યું હતું. તેમને લાગ્યું કે સુશાંત ચૂપ નહીં રહે. તેથી તેમણે સુશાંતની હત્યાનો પ્લાન બનાવ્યો. સુશાંતે 13મી જૂને બાંદ્રામાં તેના ઘરે એક પાર્ટી યોજી હતી, જેમાં આદિત્ય ઠાકરે પણ હાજર હતા. ઠાકરેની હાજરીનું સીસીટીવી ફૂટેજ સુશાંતની બિલ્ડિંગની સામેની બિલ્ડિંગમાં કેપ્ચર થયું છે.
આ પાર્ટીમાં સુશાંતની હત્યા થઈ હતી. સુશાંતના મોતના આગલા દિવસે યોજાયેલી પાર્ટીમાં આદિત્ય ઠાકરે હાજર હોવા છતાં અત્યાર સુધી આ મુદ્દે તે ચૂપ શા માટે છે અને મુંબઈ પોલીસ આ કેસ સીબીઆઈને કેમ સોંપવા માગતી નથી તે મુદ્દે સુશાંતના ચાહકોએ સવાલ ઉઠાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.