સુરત:કતારગામ વિસ્તારમાં માનવતા મહેકાવી રહ્યુ છે નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટ

દેશભરમાં લોકડાઉન ની પરીસ્થીતીમાં ગરીબો,મજુરો તેમજ કારખાનાઓ તેમજ ફેક્ટરીઓમાં કામ કરનારા લોકો ખુબ જ કફોડી સ્થીતી માં મુકાયા છે ત્યારે હમેશા દાનમાં અગ્રણ્ય એવા લોકો સુરતમાં વસતા તમામ પરપ્રાતીય કારીગરો તેમજ તેના પરીવારજનો ને ટ્રસ્ટો ભોજન પહોચાડી રહ્યા છે

સુરતના કતારગામ વિસ્તારમાં ઘણો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલ છે જેમાં ખાસ તો કતારગામના ન્યુ GIDC વિસ્તાર તેમજ ફુલપાડા વિસ્તારોમાં એમ્બ્રોડરીના કારખાનાઓ તેમજ લુમ્પના ફેક્ટરાઓ આવેલા છે જેમાં હજારો કારીગરો કામ કરા રહ્યા છે જે બસો,ટ્રેનો વગેરે બંઘ થવાથી પોતાના વતન સુઘી નથી પહોચી શક્યા તેને કતારગામ નુ નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટ સારુ અને સાત્વીક ભોજન દિવસના બે ટાઇમ પુરુ પાડી રહ્યુ છે

આ સસ્થા ની ભુખ્યાને ભોજન આપવાની કામગીરી થી પ્રેરીત થઇને કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અઘીકારી ઝાલા સાહેબ તેમજ અન્ય અઘીકારીઓ પણ સેવામાં શામેલ થાય છે,તેમજ આ વિસ્તારના કોગ્રેસ પક્ષના રાજકિય આગેવાન શ્રી મહેશભાઇ કેવડીયા,અશોકભાઇ ડાભી તેમજ અન્ય પદાઘીકારીઓ પણ જોડાયા હતા તેમજ ભારતીય જનતા પાટીઁના આગેવાન તેમજ ઘારાસભ્ય શ્રી કાંન્તીભાઇ બલર,માજી કોપોઁરેટર દાસભાઇ ઢાગંલા તેમજ અન્ય આગેવાનો નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી કે.પી.પટેલ અને ભાવેશ ઝાઝંડીયાની ટીમ સાથે મળીને માનવતા મહેકવાનાં કામમાં સાથ-સહકાર આપી લોકોને ભોજન પુરુ પાડી રહ્યા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.