સુરત: 12 સાયન્સના પરિણામથી નાખુશ વિદ્યાથીઓ અને ઉત્તરવહી અવલોકનમાં ગેરહાજર રહેનારા વિદ્યાથીઓને બોર્ડ એક તક આપી

ધોરણ 12 સાયન્સ ના પરિણામથી ખુશ નહિ હોય તેવા વિદ્યાથીઓએ ઉત્તરવહી અવલોકન માટે અરજી કર્યા બાદ ગેરહાજર રહેનારા વિદ્યાથીઓને બોર્ડ એક તક આપી છે.

કોરોના કારણે બોર્ડ આ વર્ષે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી પ્રદેશના ઉમેદવારોની ઉત્તરવહી અવલોકનની કામગીરી જે.બી. એન્ડ કાર્પ વિદ્યા સંકુલ, ઠાકોર દ્વારા ફાર્મની બાજુમાં કામરેજ હાઇવે, ડાયમંડ નગર સામે, લસકાણા ખાતે તા.29-06-2020થી 01-07-2020 દરમિયાન રાખેલ છે.

તેમાં જે ઉમેદવારોએ અવલોકનની નોંધણી ઓનલાઇન કરાવેલ હતી પરંતુ સંજોગોવસાત તા.29-06-2020 અને તા.30-06-2020 ના રોજ અવલોકન સ્થળ પર રૂબરૂ અવલોકન માટે ઉપસ્થિત રહી શક્યા ન હોય તેવા ઉમેદવારોને ઉત્તરવહી અવલોકન માટે પુનઃ તક આપવા બોર્ડ દ્વારા તા.01-07-2020 ને બુધવારના રોજ બપોરે 12:00 કલાકે અવલોકન સ્થળે હાજર રહેવા જાણ કરવામાં આવે છે. 29-06-2020 અને તા.30-06-2020 દરમિયાન ગેરહાજર રહેલ ઉમેદવારો અવલોકન કોલ લેટર અને ઓળખપત્ર સાથે રૂબરૂ અવલોકન માટે ઉપસ્થિત રહી શકશે. ઉક્ત સમયગાળા બાદ અવલોકન થઇ શકશે નહિ. જેની તમામ આચાર્યશ્રીઓ, વાલીશ્રીઓ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.