સુરત: સુરતની તામિલનાડુ બેંક સાથે 16 કરોડની છેતરપિંડી! 27 સામે ફરિયાદ, 1ની ધરપકડ

આ અંગે બેંકે આર્થિક ગુન્હા નિવારણ શાખા ઇકો શેલમાં કૌભાંડ સાથે સંકળાયેલા 27 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ઇકો સેલે કાર્યવાહી હાથ ધરી હતી.

News Detail

સુરતમાં ઇકો સેલને મોટી સફળતા મળી છે. શહેરમાં આવેલી તામિલનાડુ બેંક સાથે રૂ. 16.38 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં કુલ 27 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાંથી 1 આરોપીની ધરપકડ કરાઈ છે. આર્થિક ગુન્હા નિવારણ શાખા ઇકો શેલ દ્વારા આરોપીને ઝડપી લેવાયો છે. તપાસમાં સામે આવ્યું કે, આરોપીએ પોતાની પત્ની અને ભાભીના નામે કરોડો રૂપિયાની લોન લીધી હતી અને પોતે ગેરેન્ટર બન્યો હતો, જ્યાં ધંધાકીય સ્થળ પણ માત્ર કાગળ પર બતાવી બેંકમાંથી લોન લઈ ઠગાઈ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, તામિલનાડુ બેંક સાથે ચીફ મેનેજર, ગેરેન્ટર અને વેલ્યુઅર સહિત 4 સ્ટેક હોલ્ડરોએ રૂ.16.38 કરોડથી છેતરપિંડી આચરી હતી. બેંકની વિજિલન્સ તપાસમાં સામે આવ્યું કે આ શખ્સોએ બેંકના તમામ લોનધારકોને એનપીએ કરાવડાવી કૌભાંડ આચર્યું હતું. આ અંગે બેંકે આર્થિક ગુન્હા નિવારણ શાખા ઇકો શેલમાં કૌભાંડ સાથે સંકળાયેલા 27 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ઇકો સેલે કાર્યવાહી હાથ ધરી હતી.

પોતા માટે 90 લાખની લોન ઉપાડી 

તપાસમાં ખુલ્યું કે રાકેશ ભીમાણી નામના શખ્સે પોતાના ભાભી અને પત્નીના નામે રૂ. 2.50 કરોડની લોન લીધી હતી. આ લોન લેવા માટે જે ડોક્યુમેન્ટ આપ્યા હતા, તેમાં ધંધાકીય સ્થળ પણ માત્ર કાગળ પર હતું. આ લોનમાં તે ગેરેન્ટર તરીકે રહ્યો હતો. ઉપરાંત, રાકેશે ખોટા પુરાવા રજૂ કરી પોતે પણ 90 લાખની લોન ઉપાડી હતી. ઇકો શેલ દ્વારા 27 લોનધારક પૈકી રાકેશ ભીમાણીની ધરપકડ કરાઈ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, આ કેસમાં અગાઉ પોલીસે અન્ય કેટલાક આરોપીઓની પણ ધરપકડ કરી હતી. ત્યાર હવે પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ આદરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.