સુરતમાં ગુનાખોરી જે રીતે વધી રહી છે, ત્યારે ભૂતકાળમાં બનેલ ગુનાના અનેક આરોપી ભાગતા ફરે છે, ત્યારે આવા આરોપીને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટિમ કામે લાગે હતી. ત્યારે 1999ના વર્ષમાં થયેલી લૂંટના કેસમાં અગાઉ 3 આરોપી પોલીસે ઝડપી પાડ્યા હતા, ત્યારે એક આરોપીને 21 વર્ષ બાદ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
સુરતમાં સારી રીતે રોજગારી મળે છે, જેને લઇને અલગ અલગ રાજ્યના લોકો અહીંયા આવીને વાસ્યા છે, ત્યારે આમાંથી કેટલાક લોકો સુરતની ચકાચૌંદ જોઈને જલ્દી રૂપિયા કમાવા માટે ગુનાના રસ્તા પર નીકળી જાય છે. ત્યારે સચિન વિસ્તારમાં આવેલી રોડ નંબર 55 પરની જાસ્મીત સિલ્ક નામની મિલમાં કામ કરતા કર્મચારી દ્વારા પોતાના સાગરિકો સાથે મળીને આ મિલમાં લૂંટ ચલાવવામાં આવી હતી.
મિલમાં તારીખ 7 ને 22 તારીખે પગાર થતો હોવાને લઇને આરોપી રામસાગર પાલ પોતાના અન્ય મિત્ર સુનિલ જીતેંદ્રપ્રસાદ અજય મોહમદ શંકર અને અન્ય બેની મદદથી તારીખ 11 જાન્યુઆરી 1999ના રોજ મિલમાં રાત્રીના સમયે ધાડ પાડી હતી. તેમણે વોચમેનને બંધક બનાવી એક રૂમમાં પુરી દીધો, અને ઓફિસના દરવાજાનું તાળું તોડીને રૂપિયા 4.70 લાખની લૂંટ કરી ભાગ છૂટ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.