સુરતમાં દોઢ કલાકમાં 8 મૃતદેહો કાઢવામાં આવ્યા હોવાના અહેવાલ અંગે જયંતિ રવિએ સાવ ઉડાઉ જવાબ આપતાં કહ્યું હતું કે, આ અંગે હજુ તેમની પાસે ડેટા નથી.
રાજકોટઃ અમદાવાદ પછી હવે સુરત રાજ્યમાં કોરોનાના નવા એપીસેન્ટર તરીકે ઉભર્યું છે. સુરતમાં કોરોનાના કેસો અને મૃત્યુ આંક પણ વધી રહ્યો છે ત્યારે સુરતમાં દોઢ કલાકમાં 8 મૃતદેહો બહાર કઢાયા હોવાની વિગતો બહાર આલતાં લોકોમાં ફફડાટ છે. જો કે આ મુદ્દે તંત્ર દ્વારા ચૂપકીદી સાધવામાં આવી છે.
જ્યારે ગુજરાત રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ સોમવારે રાજકોટ પહોંચ્યાં હતાં અને તેમણે રાજકોટમાં પત્રકાર પરિષદને સબોધી હતી. પત્રકાર પરીષદમાં કોરોનાના કેસ વધવા મામલે તેમણે દાવો કર્યો કે, રાજ્ય સરકાર દ્વારા કોરોના ચેપના ટેેેેસ્ટ વધારવામાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.