અન્ય વિસ્તારોમાં અમુક લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતાં જે વિસ્તારમાં કેસો મળશે એ વિસ્તારોમાં લોક ડાઉન ઉઠી શકે તેમ નથી. જે વિસ્તારોમાં કેસ મળ્યા જ કરશે ત્યાં 3જીએ લોક ડાઉન દૂર કરવાની શક્યતા ઓછી છે એવું પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યુ હતું. જો કે આજે પણકેટલાંક વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતાં શહેરીજનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને પાલિકાએ જાહેર કરેલા જે 26 કલસ્ટર વિસ્તારો છે જે રેડ ઝોન છે ત્યાંના લોકોને લોકડાઉન ઉઠે તેની રાહમાં મે મહિનો પણ નીકળી જાય તેવી સ્થિતિ છે. કમિશનરે કહ્યુ તે પ્રમાણે 14 દિવસ જોવાશે કે જે રેડ ઝોન છે એક પણ કેસ નોંધાય રહ્યાં છે કે નહી એટલે આ 26 ક્લસ્ટર (રેડ ઝોન) વિસ્તારોમાં જો કેસ દેખાશે તો રેડ ઝોનમાં જ રહેશે અને જો એક પણ કેસ નહી નોંધાશે તો પણ બીજા 14 દિવસ ઓરેન્જ ઝોન થશે. તેથી કુલ 28 દિવસ થતાં મે મહિના અંત સુધી લોકડાઉન દૂર કરવાની શક્યતા નહિવત છે. કેસ વધશે તો સુરતની સ્થિતી જૈસે થૈ પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રેડ ઝોન જે છે તે ક્લસ્ટર વિસ્તારમાં 14 દિવસ બાદ ઓરેન્જ ઝોન અને ત્યાર બાદ ગ્રીન ઝોન એમ કુલ 28 દિવસ રાહ જોવાની છે. જો તેમાં પણ કેસ નોંધાશે તો તે જૈસે થૈ સ્થિતિમાં આવી જશે. તેથી ગ્રીન ઝોન જાહેર કરવો ઘણો મુશ્કેલ બની રહેશે. પરંતુ પાલિકા તમામ તૈયારીઓ કરી રહી છે સાથે લોકોએ ખુબજ ગંભીરતાથી સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનું પાલન કરે તે જરૂરી છે. રેડ ઝોન જાહેર છે પરંતુ ગ્રીન ઝોન, યલો ઝોન અંગેનું મેપિંગ ચાલી રહ્યું હોય આ વિસ્તારો બુધવારે જાહેર કરાશે. ટેસ્ટ ઓછા કરવાની નીતિથી સુરતમાં વિસ્ફોટક સ્થિતિ ઉભી થશે પોઝિટિવ કેસ ઓછા બતાવવા પાલિકાએ ટેસ્ટ જ ઓછા કરી દીધા છે. જે આગામી દિવસોમાં ખૂબ જ વિસ્ફોટક સાબિત થઇ શકે છે. અમદાવાદમાં જે પ્રમાણે કેસ અને મોત સામે આવી રહ્યા છે તેવું દૃશ્ય સુરતમાં દેખાય તો નવાઇ નહીં. સુરતમાં 1900 ટેસ્ટ કરવા સુધીની ક્ષમતા છે છતા તેને ઘટાડીને સરેરાશ 300 સુધી લાવી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.