સુરતમાં રામલીલા સમયે 4 વર્ષની બાળકીનું અપહરણ કરી તેની પર બળાત્કાર ગુજારનાર હવસખોરને પોલીસે ઝડપી પાડ્યો છે. સચિન GIDC વિસ્તારમાંથી પોલીસે આરોપીને શોધી કાઢ્યો હતો. સતત પાંચ દિવસની આકરી મહેનત બાદ પોલીસને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા બાદ પોલીસને આરોપીની ધરપકડ કરી હતી.
ઘટનાની વિગતમાં વાત કરીએ તો ગભેણી ચોકડી આગળ આવેલા ઇશ્વરનગમાં રામલીલાના સ્થળેથી નરાધમે બાળકીનું અપહરણ કર્યા બાદ તેને એક-દોઢ કિલો મીટર દૂર અવાવરુ જગ્યામાં લઈ જઈ નરાધમે બળાત્કાર ગુજારતા માસૂમ બેહોશ થઈ ગઈ હતી. બાળકીનું મોત થયું હોવાનું સમજી નરાધમ ભાગી ગયો હતો, ત્રણેક કલાક બાદ હોંશ આવતા આ માસૂમ મધરાત્રીના અંધારાને ચિરતી અવાવરુ જગ્યાએથી એકલી ઘરે પરત ફરી હતી. રાત્રીના પોણા બાર વાગે ગાયબ થયેલી બાળકીને એકલી મળસકે પોણા ચાર વાગે ઘરે આવેલી જોઈ સ્થાનિક લોકો પણ અચરજ પામ્યા હતા. જે બાદ તેણે પોતાના પર થયેલ દુષ્કર્મની ઘટનાની જાણ કરી હતી.
પીશાચી કૃત્ય કરનારા સુધી પહોંચવા માટે પોલીસ કમિશનરે સીટની રચના કરી હતી. 100થી વધુ પોલીસ કર્મીઓ બળાત્કારીની ઓળખ માટે કામે લાગ્યા હતા. અત્યાર સુધીની તપાસ દરમિયાન 25 જેટલાં શકમંદોને અટકાયતમાં લઈ કડક પૂછપરછ અને શારીરિક પરિક્ષણ પણ કરાયું હતું. પોલીસે તેની માહિતી આપનારને 50 હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.