દુષ્કર્મનો ભોગ બનેલી ચાર વર્ષીય બાળકીની હિંમત સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. ગભેણી ચોકડી આગળ આવેલા ઇશ્વરનગમાં રામલીલાના સ્થળેથી અપહરણ કર્યા બાદ એક-દોઢ કિલો મીટર દૂર અવાવરુ જગ્યામાં લઈ જઈ નરાધમે બળાત્કાર ગુજારતા માસૂમ બેહોશ થઈ ગઈ હતી. બાળકીનું મોત થયું હોવાનું સમજી નરાધમ ભાગી ગયો હતો, ત્રણેક કલાક બાદ હોંશ આવતા આ માસૂમ મધરાત્રીના અંધારાને ચિરતી અવાવરુ જગ્યાએથી એકલી ઘરે પરત ફરી હતી. રાત્રીના પોણા બાર વાગે ગાયબ થયેલી બાળકીને એકલી મળસકે પોણા ચાર વાગે ઘરે આવેલી જોઈ સ્થાનિક લોકો પણ અચરજ પામ્યા હતા. જોકે, બાદમાં તેણીની સાથે બનેલી દુષ્કર્મની ઘટના અંગે જાણી હચમચી ઊઠયાં હતા.
ફૂલ જેવી બાળકી સાથે બનેલી દુષ્કર્મની ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારના વાલીઓ ભયભીત દેખાઈ રહ્યાં છે. નરાધમ સુધી પહોંચવા પોલીસે સીટની રચના કરી શરૂ કરેલી તપાસ દરમિયાન ૨૦ જેટલા શકમંદોને અટકાયતમાં લઈ પૂછપરછ કરાઈ છે. આ તમામનું શારિરક પરિક્ષણ પણ કરાયું હતું. જ્યારે સોમવારે રાત પછી સ્થાનિક વિસ્તારનો એક ટ્રક ડ્રાઈવર તેના બે મિત્રો સાથ ગાયબ હોવાની માહિતી મળતા પોલીસ ત્રણેયને દિલ્હીથી ઊંચકી લાવી હતી. પોલીસે પોતાની ભાષામાં ત્રણેયની તપાસ શરૂ કરી છે, જોકે હજી સુધી કોઈ સુરાગ નહીં મળતા માસુમ સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ગિરફ્તથી દૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.