સુરતમા 50 કરોડના ખર્ચે 7 ઝોનમાં 36 વેજિટેબલ માર્કેટ બનશે, નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન હેઠળ

સુરતઃ પાલિકા નેશનલ અર્બન લાઇવલી હુડ મિશન હેઠળ શહેરમાં હયાત માર્કોટોના નવીનીકરણ તથા નવી માર્કેટ મળી કુલ 36 વેજીટેબલ માર્કેટ 50 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન કર્યું છે.દિન દયાલ અંત્યોદય યોજના નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન યોજનાના સપોર્ટ ટુ અર્બન સ્ટ્રીટ વેન્ડર્સ ઘટક અંતર્ગત સુરતમાં હયાત માર્કેટોમાં નવીનીકરણ તેમજ જ્યાં આયોજનબધ્ધ વેજીટેબલ માર્કેટોના અભાવ છે તેવા સ્થળોનો અભ્યાસ કરી શહેરના તમામ ઝોનમાં નવા વેન્ડીંગ ઝોન નક્કી કરી વધુ નવા માર્કેટો બનાવવાના આયોજનો નક્કી કરવામાં આવ્યા છે. અઠવા ઝોનમાં 3, રાંદેરમાં 9, કતારગામ ઝોનમાં 4, લિંબાયત ઝોનમાં 10, ઉધના ઝોનમાં 2, વરાછામાં 4 તેમજ સેન્ટ્રલ ઝોનમાં 4 સ્થળ મળી કુલ 36 વેજીટેબલ માર્કેટો 4000થી વધુ બેઠક વ્યવસ્થા સાથે રૂા.50 કરોડના ખર્ચે બનાવાશે. આ માર્કેટોમાં પ્રાથમિક સુવિદ્યાઓ જેવી કે પેવીંગ રોડ, પાણી પુરવઠા, ડ્રેનેજ, સ્ટોમ ડ્રેનેજ, શૌચાલય, રીચાર્જ બોરવેલ તેમજ પાર્કિંગની સુવિદ્યાઓ કરાશે. માર્કેટોમાં ફાયર સેફટી,સોલાર પેનલ, ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર, સીસીટીવી પણ લગાડવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.