સુરતમાં પાંચ લાખથી વધુ રત્નકલાકારો સૌરાષ્ટ્રના,લોકડાઉનમા ધંધા બંધ પડતા વતનની વાટ પકડી

સુરતમાં પાંચ લાખથી વધુ રત્નકલાકારો સૌરાષ્ટ્રના છે. જેની પરિવાર સાથે ગણતરી કરવામાં આવે તો 20 લાખથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ સુરતમાં સ્થાયી થયા છે. સુરત, ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢ સહિતના જિલ્લામાં હીરાના કારખાના બંધ પડ્યા છે.એક અંદાજ મુજબ બે લાખથી વધુ રત્નકલાકારો ભાવનગરના છે. જેની પરિવાર સાથે ગણતરી કરવામાં આવે તો આઠથી દસ લાખ થાય છે. સુરતમાં ધંધા બંધ પડતા હવે રત્નકલાકારોએ વતનની વાટ પકડી છે.

ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે, લોકડાઉન શરૂ થયુ એ દિવસોમાં દોઢ લાખ ઉપરાંત લોકો વતનમાં પરત ફર્યા છે. જેની નોંધ થઇ છે. તેમજ બાઈક પર અને અન્ય માર્ગ પરથી વઘુ 50 હજાર જેટલા લોકો આવ્યા હશે.સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતા અંદાજે 11 હજાર ઉપરાંત લોકો ભાવનગર જિલ્લામાં આવ્યા છે. વલ્લભીપુર પાસે કેરીયાના ઢાળે અને અઘેલાઈ અને રંઘોળા ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે.ત્યાં આવનાર તમામ લોકોના મંજૂરીપત્ર તેમજ હેલ્થ ચેકિંગ કરવામાં આવે છે.60 ફલાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. સુરતથી ભાવનગર આવેલા લોકો હોમ ક્વોરન્ટીન છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. સુરતથી ભાવનગરમાં પ્રવેશ કરનાર માટે તંત્રની તૈયારી છે. ચેકપોસ્ટ ઉપર ચેકઅપ થાય તે ઉપરાંત 180 ટીમો અને આશાવર્કર બહેનો ગામડાઓમાં ફરીને ચેકઅપ કરી રહી છે.

જિલ્લા પંચાયત ખાતે કોલ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જ્યાંથી ફોન દ્વારા સરપંચ અને તલાટીમંત્રી સહિતનો સંપર્ક કરવામાં આવે છે.કોરોનાને મ્હાત આપવા માટે જિલ્લા તંત્ર એલર્ટ છે.અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો અગાઉ પ્લેગનો રોગચાળો ફેલાયો ત્યારબાદ સુરતમાં પૂર આવ્યું ત્યારે અને હાલમાં કોરોનાના કારણે આમ ત્રીજીવાર રત્નકલાકારો વતન દોડી આવ્યા છે. લગભગ 47 દિવસોથી સુરતના પાંચેક લાખ અને ભાવનગર શહેર જિલ્લાના એક લાખ રત્નકલાકારો ધંધા-રોજગાર વગર બેકારીનો ભોગ બન્યા છે અને ક્યારે શરૂ થશે તે નક્કી નથી. બીજી તરફ હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી હોય ગામડાઓમાં ખેતીનું કામ પણ થઈ શકે તેમ નથી.ભાવનગર જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં વૃદ્ધો સિવાય ખાલી થઈ ગયા હતા. જ્યારે હવે કોરોના અને લોકડાઉનના લોકો પરત આવવાનું શરૂ કરતાં ફરી ગામડાઓમાં વસ્તી દેખાવા લાગી ચહલ પહલ શરૂ થઈ ગઈ છે.સુરતથી આવેલા રત્નકલાકારે જણાવ્યું હતું કે વતન છોડીને જવાનું ગમતું નથી પણ મજબૂરી છે. આજીવિકા કમાવવા માટે સુરત જવું પડ્યું છેજો ભાવનગર હીરાનગરી અને જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બને તો વતનમાં રહી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.