સુરતમાં લોક ડાઉનનો ચુસ્ત અમલ કરાયો હતો તે રહેણાંક વિસ્તારોમાં અનલોકમાં કેસની સંખ્યા વધી રહી છે. તેમાં પણ રાંદેર, અઠવા, સેન્ટ્રલ અને વરાછા તથા કતારગામ ઝોનમાં આખો પરિવાર કોરોનાગ્રસ્ત બન્યા હોય તેવો નવો ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સુરતમાં અંદાજે 700 કરતાં વધુ પરિવારો એવા છે જેઓના ઘરમાં ત્રણ કે ત્રણથી વધુ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. ઓછી તકલીફ હોય તેવા લોકો માટે મ્યુનિ. તંત્રએ હોમ આઇસોલેશનનો વિકલ્પ રાખ્યો હતો. પરંતુ એક પરિવારમાં એકથી વધુ સભ્ય સંક્રમિત થવાથી સોશ્યલ ડિસ્ટન્સ અને કોવિડની અન્ય ગાઈડ લાઈનનો અમલ થતો નથી. જેથી એકથી વધુ સભ્યો સંક્રમિત હોય તેમને કોમ્યુનીટી આઈસોલેશનમાં સારવાર માટે દાખલ કરાય રહ્યા છે.
- કોરોનાની ઘાતકતા નિવારવા કોરોના પોઝિટિવ વ્ક્તિના ઘરમાં પ્રેશર, સુગર, કિડની કે અન્ય કોઈ બિમારી હોય તેમને લક્ષણ ન હોય તો પણ કોરોના ટેસ્ટ કરવા નિર્ણય કરાયો છે. આવા વિસ્તારોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરવાનું શરૃ કરાયું છે. તેમજ 50 વર્ષથી મોટી વયના દર્દીને કોમ્યુનીટી આઈસોલેશનમાં શિફ્ટ કરવાનું શરૃ કરાયું છે. અત્યાર સુધીમાં ૨૫૦થી વધુ દર્દીઓને શિફ્ટ કરાયા છે. આગામી દિવસોમાં પણ આ નીતિ ચાલુ રખાશે.
- સુરતમાં હાલ આખે આખો પરિવાર કે પરિવારના મહત્તમ સભ્ય પોઝીટીવ હોય તેવો ચિંતાજનક ટ્રેન્ડ શરૃ થયો છે. અત્યાર સુધીમાં સુરતમાં 700થી વધુ પરિવારો એવા છે કે જેઓના ઘરમાં ત્રણ કે તેથી વધુ સભ્યો કોરોના પોઝીટીવ આવ્યા છે. એક કરતાં વધુ પોઝીટીવ સભ્યો હોય તેવા લોકોન હોમ આઈસોલેશનના બદલે કોમ્યુનીટી આઈસોલેશન કે વધુ તકલીફ હોય તો હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.