સુરતઃ ગોડાદરાની ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતી કિશોરીને તેના પ્રેમીએ લગ્નના બહાને ગર્ભવતી બનાવીને છોડી દીધી!

ગોડાદરામાં ધોરણ 11માં અભ્યાસ કરતા યુવકે એક યુવતી સાથે ફેસબુક પર મિત્રતા કરી લગ્નના બહાને તેની સાથે મિત્રતા કરી અને પછી તેને ગર્ભવતી બનાવીને છોડી દીધી હતી. આ સમગ્ર મામલે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટના અંગે વિગતે જણાવતા વર્ષ 2021માં ગોડાદરાના શ્રીજી આર્કેડમાં કપડાની દુકાન ચલાવતા જયસિંહે ગોડાદરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 11મા ધોરણમાં અભ્યાસ કરતી ખુશ્બુ (નામ બદલ્યું છે, ઉંમર 17 વર્ષ) ફેસબુક પર જયસિંહ કમલેશ યાદવ (રહે. શક્તિ વિજય સોસાયટી, મંગલ પાંડે હોલ પાસે, પાંડેસરા) સાથે મિત્રતા કરી હતી ,બંને વચ્ચે નિયમિત વાતચીત દરમિયાન જયસિંહે ખુશ્બુને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નના બહાને શ્રીજી આર્કેડના એક કેફેમાં લઈ જઈ અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા.

એપ્રિલ 2022 માં, જ્યારે ખુશ્બુ ઘરે એકલી હતી, ત્યારે જયસિંહ તેના ઘરે પહોંચ્યો અને બંનેએ ત્યાં પણ સેક્સ કર્યું અને આ દરમિયાન, જુલાઈ 2022 માં, ખુશ્બૂને માસિક સ્રાવ ન હતો અને તેને ડિંડોલીની જેક સ્પેરો ઓયો હોટેલમાં ગર્ભાવસ્થા પરિક્ષણ માટે લઈ જવામાં આવી હતી અને તેને ગર્ભપાતની ગોળી આપવામાં આવી હતી. આ પછી પણ બંને વચ્ચે ઘણી વખત શારીરિક સંબંધો હતા.

પરંતુ જ્યારે મિતાલીના માતા-પિતાને ખબર પડી તો તેઓએ જયસિંહના માતા-પિતાને તેમના સંબંધો વિશે જણાવ્યું અને જયસિંહના માતા-પિતાએ ખુશ્બુ સાથે લગ્ન કરવાનું લેખિત વચન આપ્યું હતું. પરંતુ જ્યારે જયસિંહે ખુશ્બુ સાથે વાત કરવાનું બંધ કરી દીધું તો મામલો ફરી જયસિંહના માતા-પિતા સુધી પહોંચ્યો. પરંતુ તેણે જયસિંહ અને ખુશ્બુના લગ્ન કરાવવાની ના પાડી દીધી. આખરે ખુશ્બુએ ગોડાદરા પોલીસમાં જયસિંગ કમલેશ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.