સુરતના વડોદમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં પોક્સો કોર્ટે ગુનેગારને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. જેમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ. તેમજ પરિવારને 20 લાખનું વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે.
માત્ર 7 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી
સુરતના પાંડેસરામાં રેપ વીથ મર્ડર કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ કેસમાં સરકારી વકીલે 43 જેટલા પૂરાવાઓનું લિસ્ટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કર્યું હતું. આ ઉપરાંત આરોપીને કોર્ટમાં હાજર રાખીને ચાર્જફ્રેમની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે આરોપીને દોષી ઠેરવ્યો છે. આ કેસમાં આજે સજાનું એલાન કરવામાં આવ્યું છે.
દિવાળીના દિવસે વડોદ ગામમાં રહેતી અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને તેને ઝાડી ઝાંખરામાં લઇ જઇને બળાત્કાર ગુજારાયા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. તા. 4 નવેમ્બરે બનેલી આ ઘટનામાં પોલીસે તા. 8 નવેમ્બરના રોજ આરોપી ગુડ્ડુકુમાર યાદવની ધરપકડ કરી હતી. પોર્ન વીડિયો જોઇને માસૂમ અઢી વર્ષની બાળકીની સાથે બળાત્કાર કરી અને બાદમાં હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
આ ચકચારી કેસમાં પોલીસે આરોપી ગુફુના 5 દિવસના રિમાન્ડ પણ લીધા હતાં અને બાદમાં લાજપોર જેલમાં મોકલી આપ્યો છે. ત્યારે પોલીસે સાત દિવસમાં જ આ કેસની તપાસ પૂરીને સુરતની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ સાથે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ અલગ અલગ 43 દસ્તાવેજી અને પૂરાવાનું લિસ્ટ તૈયાર કર્યું હતુ અને તેને કોર્ટમાં રજૂ કર્યું હતું. આ સાથે જ આરોપીને પણ કોર્ટમાં હાજર રાખવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને ગુનો કબૂલ છે કે નહી..? તેવુ પુછ્યું હતું પરંતુ આરોપીએ ના પાડી હતી, બાદમાં આરોપી ગુડ્ડુકુમારની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત કોર્ટે આ કેસમાં મેડિકલ તપાસ કરનાર ડોક્ટરો, સીસીટીવી ફૂટેજની સીડી બનાવનારા વ્યક્તિઓની સામે સમન્સ ઇસ્યુ કરવાની પ્રોસેસ કરી હતી અને તેઓની જુબાની લેવામાં આવી હતી.આ કેસમાં 99 ટકા લોકો ઈચ્છે છે કે, આ ક્રૂરતાપૂર્વક કરેલા કૃત્યની સજા ફાંસીથી ઓછી ન હોવી જોઈએ અને સાથે સાથે સરકારી વકીલ પણ આજે સુરતના એડિશનલ સેશન્સ જજ પી એસ કાલાની કોર્ટમાં કેપિટલ પનિશમેન્ટની માંગ કરી હતી. એટલે કે મહત્તમ માં મહત્તમ સજા આપવામાં આવે. સુરતની પાંડેસરા પોલીસે 246 પાનાની ચાર્જશીટ રજૂ કર્યા બાદ ઈન્સાફી કાર્યવાહી શરૂ થઈ હતી. ડોક્ટરો, એફએસએલ, આરોપીના ઘર માલિક, મિત્ર અને અન્ય સાક્ષીઓની સ૨ અને ઉલટ તપાસ પૂરી થઈ ગયા બાદ અંતિમ દલીલો 1 ડિસેમ્બરના રોજ મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.
અઢી વર્ષની બાળકીસાથે જધન્ય કૃત્ય કરનાર નરાધમ આરોપી ગુડ્ડુ કુમાર યાદવ પરિણીત છે અને બે સંતાનનો પિતા છે. પરિવાર વતન બિહારના ખૈરા મઠીયા ગામ ખાતે રહે છે. જયારે છેલ્લા 12 વર્ષથી ગુડ્ડુ સુરતમાં રહે છે અને પાંડેસરા GIDCની ડાઈંગ મીલમાં નોકરી કરે છે. પોલીસને આરોપીના મોબાઇલમાંથી કેટલાક પોર્ન વીડિયો મળી આવ્યા છે. દિવાળીની સાંજે તેણે મોબાઇલમાં પોર્ન વીડિયો જોયા હતા અને ત્યાર બાદ ઘરના આંગણામાં રમી રહેલી બાળકી પર નજર પડતા તેનું અપહરણ કરી બદકામ કર્યાની કબૂલાત કરી હતી. અઢી વર્ષની બાળકીનું નરાધમ ગુડ્ડુ કુમાર યાદવે અપહરણ કર્યાના ગણતરીના કલાકમાં જ દુષ્કર્મ આચરી જધન્ય કૃત્ય આચાર્યું હતું.
માસૂમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબના જણાવ્યા મુજબ, બાળકી સાથે એટલી હદે ક્રુરતા કરવામાં આવી હતી કે યોનિમાંથી આંતરડા બહાર નીકળી આવ્યા હતા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરવામાં આવ્યું હતું. બાળકીનું મોઢું અને નાક દબાવી શ્વાસ રૂંધાવી હત્યા કરી હોવાથી મોંઢા અને નાક પાસે પણ ઇજાના નિશાન મળી આવ્યા હતા.
સમગ્ર ઘટનાક્રમ
4-નવેમ્બર દિવાળીના દિવસે માસૂમ બાળકી ગુમ થઈ હતી
7-નવેમ્બરે બાળકીનો મૃતદેહ મળી આવ્યો
8-નવેમ્બરે આરોપી ઝડપાયો
15-નવેમ્બરે પોલીસે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી
16-નવેમ્બરે કોર્ટમાં ચાર્જ ફ્રેમ થયા
18-નવેમ્બરે કેસની સુનવણી શરૂ થઈ
07-ડિસેમ્બરે ફાંસીની સજા થઇ
65 જેટલા શહેદો વચ્ચે 42ની જુબાની લેવાઈ હતી
3 સાક્ષી મહત્વના પુરવાર થયા હતા
કુલ 6 સુનાવણીના અંતે 28 દિવસમાં ચુકાદો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.