સુરતના અડાજણ વિસ્તારમાં સ્કૂલવાનમાં લાગી આગ, સાત બાળકોનો આકસ્મિક બચાવ

સુરત : શહેરમાં વાલીઓની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. એક સ્કૂલવાનમાં આગ લાગી હતી. સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી. તપાસ કરતા આ સ્કૂલવાનમાં રહેલા ફાયર સેફ્ટીના સાધનો બંધ હોવાનું માલુમ પડ્યું છે. સ્કૂલવાન ગેસથી ચાલતી હતી, ગેસ લીક થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.

સુરતના અડાજણ ખાતે આવેલી દિવાસી બેગ સોસાયટીમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના બાળકોને લેવા પહોંચેલી સ્કૂલવાનમાં અચાનક આગ લાગી હતી. સોસાયટીના એક યુવાન આ આગ જોઈ જતા તાત્કાલિક સ્કૂલવાન પાસે પહોંચીને ગાડી ચાલકને આગ લાગ્યાની જાણકારી કરી હતી. જે બાદમાં વાનમાં સવાર સાત બાળકોને તાત્કાલિક નીચે ઉતારી લેવાયા હતા અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ગાડીમાં રાખેલા ફાયરના સાધનોની મદદથી આગ બૂઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સાધનો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જે બાદમાં સોસાયટીના એક વ્યક્તિના ઘરે રહેલા ફાયર સેફ્ટીના સાધનોથી આગ બૂઝાવવામાં આવી હતી. સ્કૂલવાન ગેસ પર ચાલતી હોવાને ગેસ લીક થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.