સુરતમાં એડવાન્સ પેમેન્ટ પેટે 5 ટકા ઓછા ભાવની લાલચ આપી કાપડ વેપારીને 65.47 લાખનો ચુનો લગાવ્યો

રીંગરોડ સ્થિત આદર્શ માર્કેટમાં ચંચલ ફેશન નામે પેઢી ધરાવતા પ્રમોદકુમાર મહેશચંદ જૈન (ઉ.વ. 66 રહે. 1102, નંદનવન એપાર્ટમેન્ટ, વેસુ) નો વર્ષ 2014-15માં પાંડેસરાના ભીડભંજન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કર્ક ઇમ્પેક્ષ નામે યાર્ન પ્રોસેસીંગનું કારખાનું ધરાવતા પરિમલ સક્કઇ સાથે થયો હતો. પરિમલે પોતાની પેઢીના માલિક પત્ની બિનીતા અને પોતે વહીવટકર્તા છે એમ કહી ગ્રે-કાપડના ઓર્ડરના એડવાન્સ પેમેન્ટ સામે બજાર ભાવથી 5 ટકા ઓછા ભાવે માલ આપવાની લાલચ આપી હતી.

દરમ્યાનમાં એપ્રિલ 2017માં પ્રમોદ જૈને પેઢીના સુરત પીપલ્સ બેંકમાંથી રૂા. 29.25 લાખ અને સુટેક્ષ બેંકમાંથી રૂા. 36.47 લાખ મળી કુલ રૂા. 65.47 લાખ આરટીજીએસથી ગ્રે-કાપડ ખરીદવા એડવાન્સ પેમેન્ટ ચુકવ્યું હતું. પરંતુ ત્યાં પરિમલે ગ્રે-કાપડની ડિલીવરી પણ આપી ન હતી અને પેમેન્ટ પણ પરત નહીં આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

પ્રમોદ જૈને કર્ક ઇમ્પેક્ષના પરિમલ મુલચંદ સક્કઇ (રહે. 103, 104, પહેલા માળે, દુધાળા શેરી, બેગમપુરા) અને તેની પત્ની બિનીતા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.