સુરત એરપોર્ટ પર દાણચોરીના કેસો સતત વધી રહ્યા છે..ગઈકાલે દુબઈથી આવેલી એર એક્સપ્રેસની ફ્લાઈટમાં એક શખ્સની હિલચાલ અલગ જણાતા કસ્ટમ વિભાગ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી..સઘન પૂછપરછ દરમ્યાન તેણે કબુલ્યું હતું કે તે દુબઈથી ચોરીછુપે સોનુ લઈને આવ્યો છે..
કસ્ટમ વિભાગના માણસો દ્વારા તપાસ કરાતા તેના પગ અને બુટની વચ્ચે સોનાની 10 બિસ્કિટ અને જિન્સમાં સ્ટીચ કરેલી કપડાંની પટ્ટીમાં બીજી 9 બિસ્કિટ સાથે બે બ્રેસલેટ મળી આવ્યા હતા..જેની કિંમત અંદાજે 90 લાખ થવા જાય છે..આ યુવાન દુબઈની કોઈ હોટેલમાં વેઈટર તરીકે કામ કરતો હતો..જે કેરિયર બનીને આ સોનુ સુરત લઈ આવ્યો હતો..અહીં તેને 1 લાખ રૂપિયા મળવાના હતા..જોકે આ સોનુ દુબઈમાં કોની પાસેથી લાવવામાં આવ્યું અને તે કોને આપવાનું હતું તે બાબતે હવે તપાસ હાથ ધરાઈ છે..
કસ્ટમ વિભાગે 90 લાખની કિંમતનું સોનું પકડ્યું હોવાનો અત્યારસુધીનો આ સૌથી મોટો કેસ છે..અત્યારસુધી કસ્ટમ વિભાગે આવા દાણચોરીના 14 કેસો કર્યા છે..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.