ગુજરાતમાં કોરોના કેસનો વિસ્ફોટ,સુરત અને અમદાવાદમાં કોરોનાની વધી રફતાર

અમદાવાદ IIMમાં કોરોના સંક્રમણનો ફેલાવો દિવસેને દિવસે વધુ રહ્યો છે. IIMમાં વધુ 11 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. આ સાથે જ IIMમાં કોરોના સંક્રમિતોનો આંક 100ને પાર પહોંચ્યો છે.

શહેરમાં 29 નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. ગોતા, બોપલ, સાબરમતી, જોધપુર, બોડકદેવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવી ગયા છે. હાલ શહેરમાં કુલ 269 માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હેઠળ છે. સૌથી વધુ બોડકદેવના વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2815 કેસ નોંધાયા છે અને 2063 દર્દીઓ સાજા થયાં છે

આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4552 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજક ઉછાળો નોંધાયો છે

અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 646 કેસ અને ગ્રામ્યમાં 13 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 526 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 161 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 303 કેસ, જ્યારે ગ્રામ્યમાં 81 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 236 કેસ અને ગ્રામ્યમાં 41 કેસ નોંધાયા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.