સુરતમાં બેનર્સ લાગ્યાં, ધારાસભ્યો સરકારી બસમાં પ્રવાસ કરતા નથી છતાં સીટ અનામત શા માટે

રાજ્ય સરકાર સંચાલિત એસટી નિગમની બસમાં જુદી- જુદી શ્રેણી માટે સીટ અનામત રાખવામાં આવે છે. તેમાં એક અનામત ધારાસભ્યો માટેની પણ છે. પરંતુ ધારાસભ્યો ક્યારેય સરકારી બસમાં પ્રવાસ કરતા નથી તેમ છતાં સીટ શા માટે અનામત રાખવામાં આવે છે ? એવાં બેનર્સ વરાછા ચોકસી બજાર હીરા બજારમાં લગાડવામાં આવ્યાં છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી ચોકસી બજારમાં આ બેનર્સ જોવા મળી રહ્યાં છે, એમ હીરા બજારના એક વ્યવસાયીએ જણાવ્યું હતું. જનતા રાજ નામના બેનર હેઠળ લોકજાગૃતિ માટેની ઝુંબેશ જન્માષ્ટમી પછી શરૂ કરવામાં આવી છે અને લોકોને અલગ- અલગ મુદ્દા ઉપર જાગૃત કરવામાં આવી રહ્યાં છે.

સૂત્રોએ જણાવ્યું કે, જાગૃતિ માટેના વિડિયો પણ આ ગ્રુપ દ્વારા ફરતા કરવામાં આવ્યાં છે. ચોકસી બજારમાં લગાડવામાં આવેલા બેનર્સમાં પૂછવામાં આવ્યું છે કે, કોઈપણ ધારાસભ્ય બસમાં પ્રવાસ કરતો નથી. તો સરકારી બસોમાં ધારાસભ્યના નામની સીટ કેમ ? બેનર્સને કારણે લોકોમાં ચર્ચાઓ જાગી છે અને સિસ્ટમમાં બદલાવ આવવો જોઈએ એવો સૂર પણ અલગ અલગ રીતે વ્યક્ત થઈ રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.