સુરતમાં ભારત બંધના એલાનમાં જુદા જુદા ટ્રેડ યુનિયનોના કર્મચારીઓએ હડતાળ પાડી વિરોધ કર્યો

રાષ્ટ્રીય બેંકોનું વિલિનીકરણ કરવા સહિત વિવિધ સરકારી સંગઠનોનું ખાનગીકરણ કરવા સરકારના પ્રયત્નોના ભાગરૂપે કુલ 52 જેટલા સંગઠનો દ્વારા હડતાળનું દેશવ્યાપી આહ્વાન કર્યું છે. જેને પગલે આજે બુધવારે બેંકો સહિત એલઆઇસી, પોસ્ટ, ઇન્કમટેક્સના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે. હડતાળને લીધે સુરતની 10 રાષ્ટ્રીયકૃત બેંકોની 350 શાખાઓમાં કામકાજ પર અસર પહોંચી છે. બેંક કર્મચારીઓ પગારવધારો, પેન્શન યોજના અને એનપીએની વસુલાતની માંગ સાથે હડતાળ કરી રહ્યા છે.

સુરતની સરકારી, ખાનગી અને સહકારી સેક્ટરની કુલ 45 જેટલી બેંકોની 750 બ્રાંચ થકી એક દિવસમાં કુલ 800 થી 900 કરોડનું ચેક અને કેસનું ટ્રાન્ઝેકશન થાય છે. બુધવારે યોજાનારી હડતાળના કારણે નેશનલાઈઝ્ડ બેંકોમાં થતું એક દિવસીય ટ્રાન્ઝેક્શન ખોરવાઈ ગયું છે. બેંકિંગ અને વીમા સેક્ટરમાં બિનજરૂરી વિલીનીકરણ કરવામાં આવી રહ્યું હોવાનું સંગઠનોનું મત છે. જેમાં મજુર કાયદામાં કરવામાં આવેલા વિવિધ ફેરફારને લઈને બેંકિંગ સહિતના વિવિધ સેક્ટર દ્વારા હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. દેશભરમાંથી 25 કરોડ કર્મચારીઓ આ હડતાળનો ભાગ બનવા જઈ રહ્યા છે. બેંકો સહિતના વિવિધ સંગઠનો દ્વારા આજે સવારે 11 વાગ્યે વિવેકાનંદ પ્રતિમા ખાતે દેખાવો કરવામાં આવ્યાં હતાં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.