સુરત ભાજપમાં ભડકો…. ભાજપનાં કાર્યકર નિતેષ વાનાણીની અટકાયત થતાં રાજીનામાનો દોર શરુ…

ભાજપનાં કાયૅકરની શહેર પ્રમુખ વિરુદ્ધ ફેસબુક પર ટિપ્પણી કરતાં પોલીસે ગુનો નોંધ્યો.

સુરત ભાજપનાં સક્રિય કાયૅકતૉએ ફેસબુક પર ફેક આઈડી બનાવી ભાજપનાં જ નેતા વિરુદ્ધ ટિપ્પણી કરતાં ચકચાર મચી ગઈ હતી.પલસાણાનાં સામાજિક કાર્યકરે સુરત રેંજના સાઇબર સેલમાં ફરિયાદ આપતાં પોલીસે એલફેલ ટિપ્પણી કરનારા ભાજપનાં કાયૅકર નિતેશ વાનાણીની ધરપકડ કરી હતી.

પલસાણાનાં જોલવા ખાતે રહેતા સામાજિક કાર્યકર તેમજ પશુપાલન વ્યવસાય કરતાં વિભાભાઈ ચોસલા સાઈબર ક્રાઇમ માં ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે સાઈબર સેલે ટેક્નિકલ સવૅલન્સ આધારે તપાસ કરી આ સમગ્ર મામલો ભાજપનાં જ સક્રિય કાયૅકર નિતેશ વાનાણી એ કરી હોવાનું ખુલ્યું હતું. ત્યારે પોલીસે ગુનો નોંધી અટકાયત કરી હતી.

આજે સવારે ભાજપનાં કાયૅકરોમાં નિતેષ વાનાણીની અટકાયતની ખબર પડતાં કાયૅકરોમાં સવારથી નારાજગીનો મામલો જોવા મળ્યો હતો. અંગત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે આ સમગ્ર ધટનાક્રમ ભાજપનાં અંદરનાં કોઈ મોટા નેતા દ્નારા ધડવામાં આવ્યો છે. બપોરે 3:30 વાગે સુરત ભાજપનાં વોડૅ નં :02 નાં પ્રમુખ મનુભાઈ બલર, મહામંત્રી ગૌરવ ઈટાલિયન તેમજ વોડૅ નં :06 પ્રમુખ, વોડૅ નં :04 ,03 નાં પ્રમુખ સહિત મહામંત્રી એ નિતેષ વાનાણી સાથે અન્યાય પૂણૅ વ્યવહાર કરી અટકાયત કરવા બદલ તેના સમથૅનમાં રાજીનામા આપી દીધાં છે. રાજીનામા આપવાની સાથે સુરતનાં રાજકારણમાંભૂકંપ આવી ગયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.