સુરતના વરાછા વિસ્તારમાં ચાલુ લકઝરી બસમાં આગ કેવી રીતે લાગી ? તે હજુ રહસ્ય પોલીસ FSL અને RTO દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે આ લક્ઝરી બસ નોન AC હતી.હાલમાં તો અકસ્માત મોતનું ગુનો નોંધાયો છે પણ લોકોની અવ માંગ છે બસમાં અનેક કવા દાવા થતા હોય છે જેથી બસ સંચાલકો સામે કર્યાવહી થઈ જરૂરી છે…
આ આખી ઘટનામાં બસના સામાનમાંથી કાચ અને હીરા સાફ કરવાના લીકવીડની હાજરી મળી સાથે હેર સીરમની બોટલો પણ મળી અને પહેલા બસમાં એક બ્લસ્ટ થયો હતો બાદમાં 30 સેકન્ડ માં આગ ભભૂકી હતી જ્યાં આ મહિલાનું મોત થયું તેમાં સીટ નંબર 24 25 નીચે જ બ્લાસ્ટ થયો હોવાનું પ્રથમીક અનુમાન…
મૂળ ભાવનગરની પરિણીતાનો ભોગ લેનાર રાજધાની ટ્રાવેલ્સની લકઝરી બસમાં આગ કેવી રીતે લાગી તે રહસ્ય આજે 24 કલાક વિટીગયા છતાં પણ કોઈ સ્પષ્ટ કારણ સામે આવતું નથી આ ભેદ ઉકેલવા પોલીસે એફએસએલ, આરટીઓ, ફાયર વિભાગની ટીમ સાથે મળી તપાસ શરૂ કરી છે. સુરત પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આગને લીધે ધુમાડો નીકળતા ડ્રાઈવરે બસ અટકાવી પછી તાન્યા અને વિશાલની સીટ નીચેની સીટ પર બ્લાસ્ટ થયા બાદ આગ વધુ ભભૂકી હતી.જ્યાં કોઈ બચવા માટે સમય કે મોકો મળ્યો ન હતો..
સુરતના કાપોદ્રા હીરાબાગ સર્કલ પાસે મંગળવારની રાત્રે 9.30 ના અરસામાં સુરતથી ભાવનગર જવા ઉપડેલી રાજધાની ટ્રાવેલ્સની લકઝરી બસમાં ભીષણ આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી જેના પગલે પતિ સાથે ભાવનગર જતી તાન્યા વિશાલ નવલાની લગ્નની બીજી એનિવર્સરીના બીજા જ દિવસે મોતને ભેટી હતી. મહત્વનું તો એ છે કે લકઝરી બસમાં આગ કેવી રીતે લાગી તે જાણવા કાપોદ્રા પોલીસે એફએસએલ, આરટીઓ, ફાયર વિભાગની ટીમ સાથે મળી તપાસ શરૂ કરી છે.
ઉપરાંત, બસની ડિકીમાંથી મળેલા સામાનને પણ કબજે કરી તેની પણ તપાસ કરી રહી છે. ગતરાત્રે બસમાં આગ લાગી તે પહેલા ડ્રાઇવરે ધુમાડો જોતા બસ અટકાવી તેની ગણતરીની પળોમાં આગ પ્રસરી હતી અને બાદમાં બ્લાસ્ટ થયા બાદ આગ ભીષણ બની હતી.વધુ માં પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે જે બ્લાસ્ટ થયો તે તાન્યા અને વિશાલની સીટ નીચેની સીટ પર થયો હતો. બંને વચ્ચેથી પાછળ જતી સીટમાં ઉપરના સોફામાં હતા. દરમિયાન, પોલીસને બસના સામાનમાંથી માથામાં નાખવાના સીરમની બોટલો મળી છે. જોકે, તે આગ માટે જવાબદાર નહીં હોવાનું પોલીસનું હાલ અનુમાન છે.
પોલીસને બસમાંથી કાચ અને હીરા સાફ કરવા માટેના લીકવીડની હાજરી મળી છે. તેના લીધે આગ લાગી હોવાની આશંકા છે.જો આ કારણ હોય તો લકઝરી બસ સંચાલક સામે કર્યાવહી થઈ કોઈ એ ત લોકો ની માંગ છે કારણ કે સુરત માંથી દરોજ ગુજરાતના અલગ અલગ રાજયોમાં 500 જેટલી બસો ફેરાફેરું કરતી હોય છે જેમાં બસની ડીકીમાં મોટા ભાગની લકઝરી બસ માં પાર્સલો ભરેલા હોય છે તે ખતરા રૂપ હોય છે ક્યારે તો કેટલાક લોકો બસમાં ગેસની બોટલો પણ પાર્સલ માં લાવતા હોય છે…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.