સુરતમાં CAAના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વરાછાના મીની બજાર સરદાર સ્મૃતિ ભવનથી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વિશાળ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મહારેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રૂપાણીએ રેલીના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. અને કાશ્મીરમાં આતંકીઓ સાથે ઈલુ ઈલુ કર્યું છે અને આ દેશને નબળો કર્યો છે તેમ જણાવ્યું હતું.
CAAના સમર્થનમાં આયોજીત આ વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં બેનરો સાથે લોકો જોડાયા હતા. અને ભારત માતા કી જયના નારાઓ સાથે રેલીનું આગમન થયું હતું. મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપે લોકસભાની ચૂંટણી પહેલા ઘોષણપત્રમાં જે સીએએ, 370ની કલમ જેવા વાયદોઓ કર્યા તે તમામ પૂર્ણ કર્યા છે. સીએએના વિરોધીઓને આ રેલી જવાબરૂપ છે. આ દેશના ટુકડા ટુકડા થાય તે માટે કોંગ્રેસ અને અન્ય વિરોધીઓ સીએએ મુદ્દે ખોટા પ્રચાર, લોકોને ગેરમાર્ગે દોરી મુસલમાનોને આગળ કરી વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ માત્ર વોટબેંકની રાજનીતિ કરે છે.
તો કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, મારે કોગ્રેસને સીધો સવાલ પૂછવો છે કે, જેએનયુમાં ભારત તેરા ટૂકડા કરેંગે, અફઝલ હમ સરમિંદા હૈ, તેરા કાતીલ જિંદા હૈના સુત્રોચ્ચાર થતા હતા ત્યારે કોના બેસાણામાં ગયા હતા, તમે ક્યાં હતા કોને સમર્થન કરતા હતા, અફઝલ અને તમારા સંબંધ શું હતા તેનો જવાબ આપો. કેરલમાં આતંકવાદીના પોસ્ટર છપાવીને વોટ માંગવા ગયા હતા. બોમ્બેમાં બોમ્બ ધડાકા થયા ત્યારે ક્યા ગયા હતા. આપણા જવાનોએ જે વિરતા પ્રદર્શિત કરી હતી તમે તેની નિંદા કરવા નીકળ્યા હતા. કાશ્મીરમાં આજ દિવસ સુધી તમે લોકોએ આતંકવાદીઓને બિરયાની ખવડાવી તમે આતંકવાદીઓ સાથે ઈલુ ઈલુ કર્યું છે અને આ દેશને નબળો કર્યો છે. જે ભાષા રાહુલ ગાંધી બોલે છે, જે ભાષા કેજરીવાલ બોલે છે, જે ભાષા મમતા બોલે છે આ બધા ચોર ચોર મોસેરા ભાઈઓ છે, બધા એક સાથે દેશ મજબૂત ન થાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે. સીએએમાં અમે વારંવાર કહ્યું છે કે કોઈનું નાગરિકત્વ લેવાની વાત નથી નાગરિકત્વ આપવાની વાત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.