સુરત:છેલ્લા 24 કલાકમાં 12 કેસો પોઝિટીવ આવ્યા

સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસોનો આંક સતત ઉંચો જ જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 12 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં મોટો વધારો જોવા મળ્યો છે. સોમવારે 9 અને મંગળવારે સવારે 3 પોઝીટીવ કેસ નોંધાતા 24 જ કલાકમાં 12 પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યા છે. મહત્વની વાત તો એ છે કે જયાં બીમારીથી સાજા થવા મોટા પાયે દર્દીઓ આવે છે તે કોટ વિસ્તારની લોખાત હોસ્પિટલમાં પણ આરોગ્યકર્મચારીઓ જ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. અગાઉ લોખાત હોસ્પિટલનો એમ્યુલન્સ ડ્રાઇવર તેમજ વોર્ડબોય કોરોના પોઝિટવ આવ્યા બાદ સોમવારે વધુ ત્રણ કર્મચારીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. જેમાં જે પૈકી એક નર્સ શબનમ સકદુ અન્સારી, અને બે મેઈલ નર્સ (બ્રધર) ઇમરાન પઠાણ તેમજ વિરલનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ ઉપરાંત રિંગરોડ બી ટેનામેન્ટમાં રહેતા નિલમ રાણા, સલાબતપુરામાં રહેતા રાજુ રાણા, સૈયદપુરાના ઝહીરૂદ્દીન અબ્દુલ મજીદ અંબેસરી, સલાબતપુરા ધામલાવાડમાં ધનગૌરી શાંતિલાલ રાણા અને વરાછા ઝોન-બી ના યોગીચોકમાં રહેતા રત્નકલાકાર બકુલ સાવલીયાની પુત્રી 21 વર્ષની યુવતિ રૂચી બકુલ સાવલીયાને અને ગઇ કાલે જેનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તે લતાબહેન જાવડેના પુત્ર રાકેશને પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આમ છેલ્લા 24 કલાકમાં 12 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કોરોનાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં સુરતમાં એક જ દિવસમાં આ સૌથી વધુ કેસ નોંધાયા છે. મનપા દ્વારા મોટા પાયે કોમ્યુનિટી સેમ્પલ લેવાનું શરૂઆત કરાયા બાદ હવે કેસમાં જે રીતે વધારો નોંધાઇ રહ્યો છે. તે જોતા હવે શહેરમાં કોરોનાનું બિહામણું ચિત્ર બહાર આવી રહ્યું છે. અત્યારસુધીમાં શહેરમાં કુલ 44 પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.