સુરત શહેર-જિલ્લામાં કોરોનાનું સક્રમણ યથાવત રહેતા શહેરના અલગ-અલગ વિસ્તારના 144 અને જિલ્લાના જુદા-જુદા તાલુકાના 40 દર્દી નોંધાતા છેલ્લા 24 કલાકમાં 184 લોકો સક્રમીત થતા કુલ દર્દીઓનો આંક 39,103 પર પહોંચી ગયો છે. જયારે શહેરી વિસ્તારના 1 દર્દીનું મોત થતા મૃત્યાંક 1022 પર પહોંચ્યો છે તો બીજી તરફ સારવાર હેઠળના 209 દર્દીઓ કોરોના મુક્ત થતા રજા આપવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી શહેર-જિલ્લામાં કોરોનાનું સક્રમણ યથવાત રહેવા પામ્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મજુબ સુરત શહેરમાં આજે નવા 144 દર્દીઓ નોંધાય હતા. જયારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઉધના ઝોનમાં સમાવિષ્ટ પાંડેસરાના વૃધ્ધનું મોત થતા શહેરી વિસ્તારનો મૃત્યાંક 743 પર પહોંચ્યો છે. કોરોનામાં મૃત્યુ પામનાર વૃધ્ધ ડાયાબીટીસની બિમારીથી પીડીત હતા. જયારે સુરત જિલ્લામાં આજે 40 કેસ નોંધાતા દર્દીઓનો આંક 10,593 ઉપર પહોંચ્યો છે.
આમ છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લા વિસ્તારના 184 દર્દીઓ નોંધાયા હતા અને 1 દર્દીનું મોત થયું હતું. જયારે શહેરી વિસ્તારના 158 અને જિલ્લાના 51 દર્દી કોરોના મુક્ત થતા તેમને રજા આપવામાં આવી હતી. શહેરી વિસ્તારના 158 દર્દીઓ સાજા થવા સાથે રિક્વરી રેટ 94.1 ટકા પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે આજ દિન સુધીમાં શહેર-જિલ્લાના કુલ 36,664 દર્દીઓ સક્રમીત થયા બાદ તેઓ કોરોના મુક્ત થયા છે.
સિવિલ-સ્મીમેરમાં સારવાર હેઠળના 31થી વધુ દર્દીઓ ગંભીર
સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળના 31થી વધુ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળના 2 દર્દી વેન્ટિલેટર ઉપર, 12 દર્દી બીપેપ અને 20 દર્દી ઓક્સિજન પર છે. જયારે સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્દી વેન્ટિલેટર ઉપર, 9 દર્દી બીપેપ અને 13 દર્દી ઓક્સિજન પર છે.
સુરત શહેરના મૃતક દર્દીઓ
ક્રમ વિસ્તાર જાતિ ઉંમર દાખલ તા.
1 પાંડેસરા પુરૂષ 69 9 નવેમ્બર
સુરત સિટીમાં કેટલા કેસ
ઝોન નવા કેસ કુલ કેસ
સેન્ટ્રલ 13 2775
વરાછા એ 12 3158
વરાછા બી 17 2671
રાંદેર 20 4207
કતારગામ 16 4813
લિંબાયત 16 3005
ઉધના 19 2484
અઠવા 31 5397
કુલ 144 28,510
જિલ્લાના વકીલ અને ઓએનજીસીના કર્મચારી સક્રમીત થયા
શહેરી વિસ્તારના જે 144 લોકો કોરોનાથી સક્રમીત થયા છે તેમાં વિદ્યાર્થીઓ, સાઇકલ ડિસ્ટ્રીબ્યુટર, એકાઉન્ટન્ટ, ઓએનજીસી કંપનીના બે કર્મચારી, એમ્બ્રોડરી કારખાનાનો કારીગર, સ્મીમેર હોસ્પિટલનો સફાઇ કામદાર, નાનપુરાની ડેરી માલિક, મંડપ ડેકોરેટર, જિલ્લાનો વકીલ, ગ્રોસરી શોપ, કાર શો રૂમનો કર્મચારી સહિત ટેક્સટાઇલ વેપાર સાથે સંકળાયેલા 6 નો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.