સુરતમા સિવિલ હોસ્પિટલમાંથી શંકાસ્પદ કોરોના વાયરસનો દર્દી ભાગ્યો , તંત્ર માં ભાગદોડ

ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની અસર ભારતમાં ન દેખાઈ તે માટે આરોગ્ય વિભાગ તમામ પ્રકારના પગલાં લઇ રહ્યું છે. ચીનથી ભારતમાં આવી રહેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જે કોઈ પણ દર્દીમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળે તો તેને તાત્કાલિક આઈસોલેશન વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવે છે. સુરતમાં પણ એક વ્યક્તિના શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો દેખાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તે દર્દી હોસ્પિટલમાંથી ભાગી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું.

રિપોર્ટ અનુસાર 19 જાન્યુઆરીના રોજ ચીનથી સુરતમાં આવેલા એક યુવકમાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. તે વ્યક્તિને શરદી અને ખાંસી આવતી હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો.

વ્યક્તિની સારવાર શરૂ હતી. તે દરમિયાન તે હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. આ વાતની જાણ RMOને થતા તંત્ર દ્વારા તે વ્યક્તિની શોધખોળ કરવામાં આવી હતી. વ્યક્તિની કોઈ ભાળ નહીં મળતા આ બાબતે સુરતની વરાછા અને ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. વ્યક્તિએ હોસ્પિટલમાં નોંધાવેલા એડ્રેસ પર પોલીસ ગઈ હતી પરંતુ પોલીસને પણ ખાલી હાથે પરત ફરવું પડ્યું હતુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.