સુરત સિવિલમાં અને સ્મીમેરમા કોરોનાના 58 દર્દીઓ ગંભીર

સુરત શહેરમાં કોરોના વાવર યથાવત રહેવા પામ્યો છે. આવા સંજોગોના લીધે ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં ધીરેધીરે ઘટાડો થઈ રહ્યો છે. નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં આજરોજ 77 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 36 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 2 વેન્ટિલેટર, 13 બાઈપેપ અને 20 દર્દીઓ ઓક્સિજન પર છે.

જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ 31 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 23 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 2 વેન્ટિલેટર, 3 બાઈપેપ અને 18 દર્દીઓ ઓક્સિજન પર છે. જેથી બંને હોસ્પિટલ ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ સહિતની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.