સુરતમાં થોડા સમય પહેલાં બિલ્ડર પાસે બાંધકામને લઇને રૂપિયા 50 હજાર માંગવામાં આવ્યા હતા જોકે આ મામલે બિલ્ડર દ્વારા ACBમાં ફરિયાદ કરતા રૂપિયા લેવા આવેલ વચેટિયાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે રૂપિયા માંગનાર નગર સેવક અને તેના પતિ ફરાર થઈ ગયા હતા. આજે આરોપી કોંગી કોર્પોરેટર કપિલા પટેલે અને તેનો પતિ પલ્કેશ પટેલ સેશ ન્સ કોર્ટમાંથી આગોતરા જામીન અરજી સાથે સુરતમાં ACBમાં હાજર થયો છે. જ્યાં એસીબીએ તેમની પૂછપરછ કરી હતી.
ઉધના વિસ્તાર ના ભાઠેનારહેતા મુસ્લિમ બિલ્ડર પાસેથી વોર્ડ નં-18ના પાલિકાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કપિલા પટેલ અને તેના પતિ પલ્કેશ પટેલએ ગેરકાયદે એપાર્ટમેન્ટ હોવાની ખોટી પાલિકામાં અરજી કરીને પૈસા પડાવવા માટે એક લાખની લાંચ માંગી હતી.
જોકે આ મામલે 50 હજાર રૂપિયા આપવાનું નક્કી કરી કરવામાં આવ્યુ હતું બિલ્ડર દ્વારા આ મામલે એસીબી નો સંપર્ક કરવામાં આવ્યો હતો.
એસીબીએ 10મી ડિસેમ્બરના રોજ બપોરે ઉધના દરવાજા પાસે છટકું ગોઠવી મહિલા કોર્પોરેટરના વિસ્તારમાં ઉધનામાં કાર્ટીંગનો વેપાર કરતા હિતેશ મનુ પટેલને 50 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથે પકડી પાડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.